સુશાંત આત્મહત્યા કેસ:સિદ્ધાર્થ પીઠાણીએ સુશાંતના જીજુએ સેન્ડ કરેલ મેસેજના સ્ક્રીનશોટ શેર ર્ક્યા, એક્ટરને કહ્યું હતું, તારા પ્રોબ્લેમ્સથી મારી પત્નીને દૂર રાખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણીએ અમુક વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ શેર કર્યા છે જે તેને સુશાંતના જીજુ ઓપી સિંહે મોકલ્યા હતા. એવું જણાવાઈ રહ્યું છે કે આ મેસેજ તેમણે સિદ્ધાર્થને આ જ વર્ષે ફેબ્રુઆરીમાં મોકલ્યા હતા જ્યારે તેઓ સુશાંતનો સંપર્ક સાધી શક્યા ન હતા. આ કારણે તેઓ ગુસ્સે પણ હતા.

પહેલો મેસેજ: ચંદીગઢ પહોંચી ગયો છું. મુંબઈ બોલાવવા માટે આભાર. અહીંયા મને મારા મિત્રોને મળવાનો ચાન્સ મળ્યો.

બીજો મેસેજ: આ જાણીને આનંદ થયો કે તમે તમારી જિંદગીના માલિક નથી, મને ખુશી છે કે મેં આ વાત જાણી લીધી અને મારી મુંબઈ વિઝિટને મારી રીતે પ્લાન કરી.

ત્રીજો મેસેજ: મારી પત્નીને તમારા પ્રોબ્લેમ્સથી દૂર રાખો. તમારી સંગતને કારણે તમે મુશ્કેલીમાં છો. તમારી આસપાસના લોકો, મદદ ન કરવાની ટેવ અને મિસ મેનેજમેન્ટ છે. મારી પત્ની આ કોઈ મુશ્કેલી ભોગવવાની નથી કારણકે તે સારી છે.

ચોથો મેસેજ: માત્ર હું જ છું જે તમારી મદદ કરી શકે છે અને હું હજુ પણ અવેલેબલ છું. જો કોઈપણ તમારી દેખરેખ કરે છે, તમારી ગર્લફ્રેન્ડ, તેનો પરિવાર અથવા તમારો મેનેજર, મારી ઓફિસથી તમારી મદદની વ્યવસ્થા થઇ શકે છે.

પાંચમો મેસેજ: આ બાબતે તમારા વિચાર જણાવજો. તમને આ જરૂરી ન લાગે તો ઇગ્નોર કરજો. મારી પાસે ચલાવવા માટે એક સરકાર છે, મેનેજ કરવા માટે એક ડિપાર્ટમેન્ટ છે અને એક પરિવાર છે જેની મારે દેખરેખ કરવાની છે માટે સમય અને એનર્જી વેડફવા નથી ઈચ્છતો.

સુશાંત સિંહના જીજુ ઓપી સિંહ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ છે અને હરિયાણા મુખ્યમંત્રી ઓફિસમાં સ્પેશિયલ ઓફિસરની ફરજ બજાવી રહ્યા છે. તેમનાં લગ્ન સુશાંતની સૌથી મોટી બહેન રાની સાથે થયાં છે.

સુશાંત પરિવારના ટચમાં ન હતો
અગાઉ સુશાંત સિંહની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ રિપબ્લિક ટીવીને આપેલ ઇન્ટરવ્યૂમાં રિયા સાથે રિલેશનમાં આવતા સુશાંત ખુદના પરિવારથી દૂર થઇ ગયો હોવાની વાત તરફ ઈશારો કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં રાની દીદી સુશાંતને મળવા માટે મુંબઈના તેના ઘરે ગયા હતા ત્યારે પહેલા સુશાંત મળવા માટે તૈયાર થઇ ગયો પરંતુ પછી તેણે મળવાની ના પાડી દીધી. ત્યારે રાની દીદીએ અંકિતાને કહ્યું હતું કે તેને એવું લાગે છે કે સુશાંત પર કોઈ પ્રેશર છે.