તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લેશબેક:પત્રકાર પ્રભુ ચાવલાનાં ઇન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને કહ્યું હતું, ‘હવે તો હું છીંક ખાઉં છું, તો પણ લોકો રૂપિયા આપે છે’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
'પઠાન' ઉપરાંત શાહરુખ ખાન આલિયા ભટ્ટની સાથે ફિલ્મ 'ડાર્લિંગ્સ'ને પ્રોડ્યૂસ કરે છે - Divya Bhaskar
'પઠાન' ઉપરાંત શાહરુખ ખાન આલિયા ભટ્ટની સાથે ફિલ્મ 'ડાર્લિંગ્સ'ને પ્રોડ્યૂસ કરે છે
  • રિપોર્ટ પ્રમાણે, 'પઠાન' માટે યશરાજ ફિલ્મ્સે શાહરુખ ખાનને 100 કરોડ રૂપિયા ફી આપી છે
  • SRK ભારતનો સૌથી વધુ ફી લેનારો એક્ટર બન્યો

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન માત્ર પોતાની એક્ટિંગ સ્કિલ્સ જ નહિ પણ પોતાના જીવનનાં ઓનેસ્ટ લેસનને કારણે કિંગ ખાનથી ઓળખાય છે. દરેકને ખબર છે કે તે સારો એક્ટર છે. એવું પણ કહી શકાય કે તમે કંટાળ્યા વગર આખો દિવસ તેને જોઈ શકો છો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે મજાક કરતા કહ્યું, હવે તો હું છીંક ખાઉં છું તો પણ લોકો રૂપિયા આપી દે છે.

પ્રભુ ચાવલાનાં ઇન્ટરવ્યૂમાં આ વાત કરી
શાહરૂખે ઘણીવાર ભારતીય પત્રકાર પ્રભુ ચાવલાને ઇન્ટરવ્યૂ આપ્યું છે, પરંતુ અહિ અમે પ્રભુ સાથેના સૌથી પહેલા ઇન્ટરવ્યૂ વિશે કહી રહ્યા છીએ. ઇન્ટરવ્યૂ દરમિયાન, પ્રભુએ શાહરુખને એક પ્રશ્ન પૂછ્યો કે, ‘તમે કોન્સર્ટ અને ફંક્શન માટે આખી દુનિયામાં કેમ ટૂર કરતા રહો છો? શું આ બધું રૂપિયા કમાવવા માટે કરો છો?’ એક્ટર વળતો જવાબ આપતા કહ્યું, ‘ના, એવું નથી. પૈસા તો હવે હું છીંક ખાઉં છું તો પણ લોકો આપી દે છે.’

શાહરુખે 'પઠાન' માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા
શાહરુખ ખાનની ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે. 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો' બાદ શાહરુખ ખાનની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. માનવામાં આવે છે કે શાહરુખ ખાન યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે અથવા તો આવતા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે. જોકે, હજી સુધી આ ફિલ્મની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મમાં શાહરુખનો લુક પણ નવો છે.

રિપોર્ટ પ્રમાણે, 'પઠાન' માટે યશરાજ ફિલ્મ્સે શાહરુખ ખાનને 100 કરોડ રૂપિયા ફી આપી છે. આ સાથે જ SRK ભારતનો સૌથી વધુ ફી લેનારો એક્ટર બન્યો.

દુબઈમાં ચાલતા શૂટિંગ દરમિયાન શાહરુખ લાંબા વાળ તથા દાઢીમાં જોવા મળ્યો હતો
દુબઈમાં ચાલતા શૂટિંગ દરમિયાન શાહરુખ લાંબા વાળ તથા દાઢીમાં જોવા મળ્યો હતો

'પઠાન'માં વિશાલ-શેખરનું સંગીત
ફિલ્મ રિવેન્જ ડ્રામા પર આધારિત છે. ફિલ્મમાં શાનદાર એક્શન સીન જોવા મળશે. 'વૉર' ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કરનાર એક્શન ડિરેક્ટર પરવેઝ શેખે આ ફિલ્મના એક્શન સીન્સ પર કામ કર્યું છે. સંગીત વિશાલ-શેખરનું છે. બંનેએ આ પહેલાં શાહરુખની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'રા વન' તથઆ 'હેપી ન્યૂ યર'માં મ્યૂઝિક કમ્પોઝ કર્યું હતું.

SRK 'ડાર્લિંગ્સ'માં વ્યસ્ત છે
'પઠાન' ઉપરાંત શાહરુખ ખાન આલિયા ભટ્ટની સાથે ફિલ્મ 'ડાર્લિંગ્સ'ને પ્રોડ્યૂસ કરે છે. આ ફિલ્મ માતા-દીકરીના સંબંધ પર આધારિત છે. ફિલ્મમાં શૈફાલી શાહ એક્ટ્રેસ આલિયાની માતાના રોલમાં જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો