ફરી ડિરેક્શન તરફ વળ્યો:પાંચ વર્ષ બાદ કરન જોહર ફિલ્મ ડિરેક્ટ કરશે, રણવીર સિંહ-આલિયા ભટ્ટ સાથે 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' બનાવશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કરન જોહરે છેલ્લે ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' ડિરેક્ટ કરી હતી

બોલિવૂડ ફિલ્મમેકર કરન જોહર પાંચ વર્ષ પછી ડિરેક્શનમાં કમબેક કરી રહ્યો છે. કરને રણવીર સિંહના જન્મદિવસ પર ડિરેક્ટર તરીકે આગામી ફિલ્મની ઓફિશિયલ જાહેરાત કરી છે. 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ફિલ્મને ઈશિતા મોઈત્રા, શશાંક ખૈતાન તથા સુમિત રોયે લખી છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે. કરને સો.મીડિયામાં ફિલ્મની જાહેરાત કરતાં કહ્યું હતું, 'ફેવરિટ લોકોની સામે રહીને કેમેરાની પાછળ કામ કરવા અંગે ઘણો જ ઉત્સાહી છું.'

ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન તથા શબાના આઝમી પણ જોવા મળશે.

5 જુલાઈએ કહ્યું હતું, ડિરેક્શનમાં પરત ફરીશ
કરન જોહરે પાંચ જુલાઈના રોજ પોતાની બનેલી ફિલ્મની ક્લિપ્સનો વીડિયો શ2ર કરીને ડિરેક્ટર જર્ની ચાહકો સાથે શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે તે પાંચ વર્ષ પછી ડિરેક્શનમાં પરત ફરી રહ્યો છે. કરને કહ્યું હતું, 'આ નવી જર્નીની શરૂઆત છે, હવે પોતાની ફેવરિટ જગ્યા પર પરત ફરવાનો સમય આવી ગયો છે. હવે કેમેરાની પાછળ જઈને કેટલીક યાદગાર લવસ્ટોરી ક્રિએટ કરવાનો સમય આવી ગયો છે. આ વાર્તા પ્રેમ તથા પરિવારના મૂળમાં ડૂબેલી છે.'

1998માં ડેબ્યૂ કર્યું હતું
કરને 1998માં ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સુપરડુપર હિટ હતી. ત્યારબાદ કરને 'કભી ખુશી કભી ગમ', 'કભી અલવિદા ના કહેના', 'માય નેમ ઈઝ ખાન', 'સ્ટૂડન્ડ ઓફ ધ યર' જેવી ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું. 2016માં કરન જોહરે ડિરેક્ટ કરેલી ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' રિલીઝ થઈ હતી. આ ઉપરાંત કરને એન્થોલૉજી જેવી કે 'બોમ્બે ટૉકીઝ', 'લસ્ટ સ્ટોરીઝ', 'ઘોસ્ટ સ્ટોરીઝ'માં પણ કેટલાંક સેગમેન્ટ્સ ડિરેક્ટ કર્યા હતા. પ્રોડ્યૂસર તરીકે કરનની ફિલ્મ 'સૂર્યવંશી', 'બ્રહ્માસ્ત્ર', 'દોસ્તાના 2', જેવી ફિલ્મ રિલીઝ થશે.