દીકરાની પહેલી ઝલક:અદ્દલ કરીના કપૂર જેવો દેખાય છે જહાંગીર અલી ખાન, પપ્પા તેડીને પહેલી જ વાર કેમેરાની સામે આવ્યા

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરીનાએ દીકરો છ મહિનાનો થયો ત્યાં સુધી ચહેરો બતાવ્યો નહોતો.

કરીના કપૂરે 21 ફેબ્રુઆરી, 2021ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાના દીકરાનું નામ જહાંગીર અલી ખાન છે. કરીનાએ છ મહિના સુધી દીકરાનો ચહેરો બતાવ્યો નહોતો. હાલમાં જ પહેલી જ વાર જહાંગીર અલી ખાનનો ચહેરો ચાહકોને જોવા મળ્યો છે.

અબ્બા સાથે જોવા મળ્યો
સૈફ અલી ખાન તથા કરીના કપૂર દીકરા જેહ સાથે રણધીર કપૂરના ઘરે ગયા હતા. આ સમયે સૈફે દીકરા જેહને તેડ્યો હતો. સ્કાયબ્લૂ રંગના રોમ્પરમાં જેહ ઘણો જ ક્યૂટ લાગતો હતો. જેહ મમ્મી કરીના કપૂર જેવો જ લાગે છે.

જેહની પહેલી ઝલક તસવીરોમાં....

જેહનો જન્મ પણ સર્જરીથી
કરીના કપૂરે બુકમાં લખ્યું હતું, 'બીજા દીકરાના જન્મ સમયે પણ ડૉક્ટર્સે નોર્મલ ડિલિવરી કરવાની સલાહ આપી નહોતી. ડૉક્ટર્સના મતે જો તમે પહેલી વાર C સેક્શનથી બાળકને જન્મ આપો છો તો બીજા બાળકનો નોર્મલ ડિલિવરથી જન્મ કરાવવો મુશ્કેલ છે. મોટાભાગના ડૉક્ટર્સ આ સલાહ આપતી નથી. જેહની નોર્મલ ડિલિવરી થાય તે માટે મેં 40 અઠવાડિયાસ સુધી રાહ જોઈ હતી. જોકે, પછી મેં સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો હતો. હું ઓપરેશન થિયેટરમાં ઘણી જ અસહજ હતી, કારણ કે જેહ પણ તૈમુરની જેમ જ ઊંચો હતો અને મારી પીઠ તથા ડાયાફ્રામમાં ઘણું જ દબાણ આવતું હતું.'

જેહ અને તૈમુર કોના જેવા દેખાય છે?
કરીનાએ કહ્યું હતું, 'ટિમ ટિમ (તૈમુર) તેના પપ્પા સૈફ જેવો દેખાય છે, જ્યારે જેહ મારા જેવો છે. તૈમુરનો જન્મ થયો ત્યારે તે બિલકુલ રડ્યો નહોતો, પરંતુ જેહ રડવા લાગ્યો હતો. મારા બંને બાળકો એકબીજાથી ઘણાં જ અલગ છે. તૈમુર માત્ર ત્રણ મહિનાનો હતો ત્યારથી જ આઉટગોઇંગ તથા ઝડપી હતો. જેહ ઘણો જ ગંભીર તથા શાંત છે.'

​​​​​બ્રેસ્ટફીડિંગ અંગે વાત કરી હતી
કરીનાએ પોતાની બુકમાં લખ્યું છે, 'તૈમુરનો જન્મ અચાનક જ સિઝરિયનથી થયો હતો. 14 દિવસ સુધી બ્રેસ્ટ મિલ્ક આવ્યું જ નહોતું. હું પૂરી રીતે ડ્રાય હતી. મારી માતા તથા નર્સ મારી આસપાસ ફરતા રહેતા હતા. તેઓ મારા બ્રેસ્ટને પ્રેસ કરતા અને તેમને નવાઈ લાગતી કે કેમ બ્રેસ્ટ મિલ્ક આવતું નથી?'

વધુમાં કરીનાએ લખ્યું હતું, 'જેહના જન્મ સમયે આવું કંઈ જ થયું નહોતું. જેહના જન્મ બાદ મિલ્કનો ફ્લો બરોબર હતો. હું એ વાત સ્વીકારીશ કે જેહને બ્રેસ્ટફીડ કરાવ્યા બાદ મને એવું લાગ્યું કે મેં કંઈક અચીવ કરી લીધું છે.'