વરુણ ધવન તથા ક્રિતિ સેનની ફિલ્મ 'ભેડિયા' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે 6.50 કરોડનો બિઝનેસ કર્યો છે. 3000 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મે અપેક્ષા કરતા ઓછો બિઝનેસ કર્યો છે. તો 'દૃશ્યમ 2'એ સાતમા દિવસે 8 કરોડની કમાણી કરી છે.
ઓપનિંગ કલેક્શન માત્ર 6.50 કરોડ
60 કરોડના બજેટમાં બનેલી 'ભેડિયા'એ રિલીઝના પહેલા દિવસે 6.50 કરોડનું કલેક્શન કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સો.મીડિયામાં કહ્યું હતું કે 3 નેશનલ ચેન PVR, INOX અને Cinepolisમાં ફિલ્મે 3.58 કરોડનો વકરો કર્યો. ફિલ્મનું વર્લ્ડ વાઇડ કલેક્શન 12 કરોડ રૂપિયા છે.
'ભેડિયા' કરતાં 'દૃશ્યમ 2'ની કમાણી વધુ
'દૃશ્યમ 2'એ ભારતમાં 105 કરોડ કરતા વધુ કમાણી કરી છે. આ ફિલ્મે સાતમા દિવસે 7.87 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 112.53 કરોડની કમાણી કરી છે.
'ભેડિયા' ફ્લોપ ફિલ્મની યાદીમાં સામેલ થઈ શકે છેઃ ટ્રેડ એક્સપર્ટ્સ
ફિલ્મ રિલીઝ નહોતી થઈ ત્યાં સુધી એક્સપર્ટ્સને એવું હતું કે ફિલ્મ પહેલા દિવસે સારી કમાણી કરશે, પરંતુ એવું થયું નહીં. એક્સપર્ટ્સ હવે માને છે કે જો ફિલ્મે પહેલા વીકેન્ડમાં સારી કમાણી ના કરી તો તે ફ્લોપ ફિલ્મની યાદીમાં સામેલ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.