તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કરજતમાં નીતિન દેસાઈના ND સ્ટૂડિયોમાંમાં આગ લાગી, 'જોધા અકબર'નો જૂનો સેટ બળીને ખાખ, 20-30 લાખ રૂપિયાનું નુકસાન

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના રાયગઢના જિલ્લાના કરજતમાં આવેલા ND સ્ટૂડિયોમાં ગુરુવાર, 7 મેના રોજ બપોરે ભીષણ આગ લાગી હતી. અહીંયા જ ફિલ્મ 'જોધા અકબર'નો સેટ અહીંયા બનાવવામાં આવ્યો હતો. આ સ્ટૂડિયો જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈનો છે. દેસાઈએ 'દેવદાસ', 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી ફિલ્મનું આર્ટ ડિરેક્શન કર્યું છે.

ઘટનાને જોનાર ઈરેશ ચપ્પલવારે કહ્યું હતું કે આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી. ઘટનાસ્થળે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી હતી. દોઢ કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

ખાલાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વિભુતે કહ્યું હતું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સેટને ઘણું જ નુકસાન થયું છે.

આ કારણે આગ લાગી
ND સ્ટૂડિયોમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ સામે આવ્યું છે. સ્ટૂડિયોના સિક્યોરિટી ઈન્ચાર્જ જયરામે કહ્યું હતું, 'ND સ્ટૂડિયોની પાછળની સાઈડમાં પનવેલ તથા કરજતની રેલવે લાઈન પાસે સાફ-સફાઈ કરવામાં આવતી હતી. આ સાફ સફાઈ દર વર્ષે થાય છે. આ માટે રેલવે વિભાગ રેલ લાઈનની આસપાસ ઘાસને સળગાવે છે. વર્ષોથી આ અંગેની સૂચના આપવામાં આવતી હતી. જોકે, આ વર્ષ માહિતી આપવામાં આવી નહીં.'

વધુમાં જયરામે કહ્યું હતું, 'છતાં પણ શુક્રવાર, સાત મેના રોજ જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ તો સિક્યોરિટીના લોકોએ સ્ટૂડિયોની અંદર બનેલો સિરિયલ 'અશોકા'નો સેટ તો આગની ચપેટમાંથી બચાવી લીધો, પરંતુ 'જોધા અકબર'નો સેટ ગોડાઉનની પાછળ હતો. તેમાં ફાઈબર, એક્રેલિક તથા અન્ય સામાન હતો. તે સામાનમાં આગ લાગી હતી. જ્યાં આગ લાગી છે તેનું વેલ્યૂશન કરવામાં આવે છે અને એક અંદાજ પ્રમાણે 20-30 લાખ રૂપિયાના નુકસાનનો અંદાજ છે.'