તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#MeToo:ફોટોગ્રાફર કોલ્સટન તથા પ્રોડ્યૂસર જેકી ભગનાની સહિત 9 વિરુદ્ધ FIR, પૂર્વ મોડલનો રેપ તથા છેડતીનો આક્ષેપ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટોગ્રાફર કોલ્સટન જુનિલયન તથા જેકી ભગવાની. મોડલનો આક્ષેપ છે કે 4 વર્ષમાં કોલ્સટને તેની પર અનેકવાર રેપ કર્યો - Divya Bhaskar
ફોટોગ્રાફર કોલ્સટન જુનિલયન તથા જેકી ભગવાની. મોડલનો આક્ષેપ છે કે 4 વર્ષમાં કોલ્સટને તેની પર અનેકવાર રેપ કર્યો
  • જેકી ભગનાની હાલમાં ભારતમાં નથી, સપ્ટેમ્બરમાં મુંબઈ આવે તેવી શક્યતા
  • ફોટોગ્રાફર કોલ્સટનના ઘરે તાળું, અંડરગ્રાઉન્ડ થઈ ગયો હોવાની આશંકા

બોલિવૂડમાં ફરી એકવાર #MeToo અભિયાન શરૂ થાય તેમ લાગી રહ્યું છે. પૂર્વ મોડલ, આર્ટિસ્ટ તથા સોંગ રાઈટરે બોલિવૂડની જાણીતી 9 હસ્તીઓ પર છેડછાડ તથા રેપનો આક્ષેપ મૂક્યો છે, જેમાં એક્ટર-પ્રોડ્યૂસર જેકી ભગનાની, કંગના રનૌતની ફિલ્મ 'થલાઈવી'ના પ્રોડ્યૂસર વિષ્ણુ વર્ધન ઈન્દુરી, ફોટોગ્રાફર કોલ્સટન જુનિયન તથા ક્વાન એન્ટરટેઈનમેન્ટના કો ફાઉન્ડર અનિર્બાન દાસ બ્લાહ સામેલ છે.

ફોટોગ્રાફર પર અનેકવાર રેપ કર્યાનો આક્ષેપ
મોડલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કરેલી FIRમાં અન્ય નામોમાં કૃષ્ણ કુમાર, નિખિલ કામત, શીલ ગુપ્તા, અજીત ઠાકુર તથા ગુરુજ્યોત સિંહના છે. છેડતીની ફરિયાદની સાથે સાથે FIRમાં પણ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફોટોગ્રાફર કોલ્સટન જુલિયને 2014થી 2018 દરમિયાન અનેકવાર મોડલનો રેપ કરવામાં આવ્યો હતો. એક વાતચીતમાં ફરિયાદકર્તાએ કહ્યું હતું કે ફરિયાદના થોડાં દિવસમાં જ FIR દાખલ કરી દેવામાં આવી હતી. જોકે, અત્યાર સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નહોતી. જોકે, કૃષ્ણ કુમાર તથઆ કોલ્સટને આક્ષેપોનો ખોટા ગણાવ્યા છે. ત કોલ્સટને મોડલે વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાની ધમકી આપી છે.

18 મેના રોજ પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું હતું
પીડિતાએ 18 મેના રોજ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને બાંદ્રાના ઝોન 9ના DCPના અધિકાર ક્ષેત્રમાં મોકલ્યું આપ્યું હતું. આવું એટલા માટે કરવામાં આવ્યું કે કથિત સેક્સ્યુઅલ હેરેસમેન્ટની મોટાભાગની ઘટના 2012-2019 દરમિયાન બાંદ્રામાં જ થઈ હતી. પીડિતાના નિવેદનને આધારે 26 મેના રોજ ઈન્ડિયન પીનલ કોડના સંબંધિત સેક્શન્સ હેઠળ FIR કરવામાં આવી હતી.

ફરિયાદકર્તાનો સવાલ છે કે જ્યારે તે આરોપીઓ વિરુદ્ધ તમામ પ્રકારના પુરાવા જમા કરાવી ચૂકી છે તો પછી તેમની ધરપકડ કેમ કરવામાં આવતી નથી? રિપોર્ટ પ્રમાણે, જ્યારે આ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર સાગર નિકમ સાથે વાત કરવામાં આવી હતી તો તેમણે કહ્યું હતું કે હાલમાં તેઓ આરોપીઓ વિરુદ્ધ પુરાવા ભેગા કરી રહ્યાં છે. કેસની તપાસ ચાલુ છે.

ભગનાની હાલમાં ભારતમાં નથી
રિપોર્ટ પ્રમાણે, એક મહિલા અધિકારીએ ફરિયાદકર્તાની સાથે મુંબઈમાં તે જગ્યાની તપાસ કરી જ્યાં તેને સેક્સ્યૂઅલી એબ્યૂઝ કરવામાં આવી હતી. જ્યારે તેઓ ફોટોગ્રાફર કોલ્સટનના બાંદ્રા સ્થિત ઘરે પહોંચ્યા ત્યારે તાળું લટકતું હતું અને તેની કાર પણ ત્યાં નહોતી. મહિલાએ કહ્યું હતું કે તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. બીજી બાજી જેકી ભગનાની હાલમાં ભારતમાં નથી. માનવામાં આવે છે કે તે સપ્ટેમ્બર મહિનામાં મુંબઈ પરત ફરશે.

2018માં જ્યારે #Metooની શરૂઆત થઈ ત્યારે અનિર્બાન દાસ બ્લાહ વિરુદ્ધ ચાર મહિલાઓએ તેની પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ કર્યો હતો. ત્યારે બ્લાહના પાર્ટનર્સે તેનું રાજીનામું માગ્યું હતું અને તેણે આક્ષેપો સ્વીકારી લીધા હતા. આટલું નહીં તેણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...