ભાઈજાનની 'નવી ગર્લફ્રેન્ડ?':અંતે, હોલિવૂડ એક્ટ્રેસ સામંથા લૉકવુડે સલમાન ખાન સાથેના અફેર અંગે ચુપ્પી તોડી

મુંબઈ14 દિવસ પહેલા
  • સામંથા એક્ટર સલમાનની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળી હતી

સલમાન ખાન તથા હોલિવૂડ એક્ટ્રેસ સામંથા લૉકવુડ વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં કેટલાંક સમયથી થઈ રહી છે. હાલમાં જ એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં સલમાન સાથેના સંબંધો અંગે ચોખવટ કરી હતી.

શું કહ્યું સામંથાએ?
સામંથાને સલમાન ખાનની નવી ગર્લફ્રેન્ડ કહેવામાં આવી રહી છે. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું, 'મને લાગે છે કે લોકો બહુ વાતો કરે છે. મને એમ પણ લાગે છે કે કંઈ નથી છતાંય લોકો કંઈક બોલે છે. હું સલમાનને મળી છું, તે મારો મિત્ર છે અને બહુ જ સારો વ્યક્તિ છે. આ અંગે મારે આટલું જ કહેવું છે. મને ખ્યાલ નથી આવતો કે લોકોને આટલા આઇડિયા ક્યાંથી મળે છે.'

જયપુર એરપોર્ટ પર સલમાન ખાન, શિલ્પા સાથે સામંથા.
જયપુર એરપોર્ટ પર સલમાન ખાન, શિલ્પા સાથે સામંથા.

સામંથાની ફેવરિટ બોલિવૂડ ફિલ્મ 'સુલ્તાન'
સામંથાએ કહ્યું હતું, 'હું સલમાન પહેલાં રીતિક રોશનને મળી હતી. જોકે, રીતિક તથા મારા વિશે કોઈએ કંઈ જ ના કહ્યું. આથી મને ખબર નથી પડતી કે આ વાતો આખરે આવે છે ક્યાંથી? મારી ફેવરિટ બોલિવૂડ ફિલ્મ 'સુલ્તાન' છે.' ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સલમાન ખાન તથા અનુષ્કા શર્મા લીડ રોલમાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં સલમાન ખાન, સામંથા, શનાયા એનસી, શિલ્પા શેટ્ટી.
પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં સલમાન ખાન, સામંથા, શનાયા એનસી, શિલ્પા શેટ્ટી.

પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં સલમાન સાથે ગઈ હતી
NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના નેતા પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં હાજરી આપવા માટે સલમાન ખાન શનિવાર, 18 ડિસેમ્બરે જયપુર પહોંચ્યો હતો. સલમાન ખાનની સાથે સામંથા પણ હતી. બંને એક જ ફ્લાઇટમાં ગયા હતા અને એરપોર્ટથી હોટલ સુધી પણ એક કારમાં ગયા હતા. સલમાનનો 27 ડિસેમ્બર, 2021ના રોજ 56મો જન્મદિવસ હતો. સલમાન ખાને પનવેલ ફાર્મહાઉસમાં બર્થડે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં સામંથા પણ ખાસ હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે સામંથાએ હોલિવૂડની 30થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. સામંથા હાલમાં હિંદી શીખી રહી છે અને ઇન્ડિયન ટ્રેડિશન તથા ગ્રુમિંગની પણ ટ્રેનિંગ લઈ રહી છે.

રીતિક રોશન તથા સામંથા.
રીતિક રોશન તથા સામંથા.

રીતિક રોશનને પણ મળી હતી
સામંથા જ્યારે મુંબઈ આવી હતી ત્યારે રીતિક રોશનને મળી હતી. તે સમયે સામંથાએ સો.મીડિયામાં રીતિકને ગ્રીક ગોડ કહ્યો હતો. સામંથાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ફિલ્મી પરિવારમાંથી આવતા આ એક્ટરને મળવાની મજા આવી. આ એક્ટરને એક્શન પસંદ છે, સુપરસ્ટાર રીતિક રોશન.'