બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટરે ભલે ઑફિશિયલી પોતાના સંબંધો ના સ્વીકાર્યા હોય, પરંતુ બંને એકબીજાને ડેટ કરે છે તેવી ચર્ચા છે. બંને ઘણીવાર ડિનર કે લંચ ડેટ પર સાથે જોવા મળતા હોય છે. હાલમાં જ અનન્યાએ પોતાના રિલેશનશિપ અંગે વાત કરી હતી.
અનન્યાએ કહ્યું, હું ઘણી જ ખુશ છું
એક ઇન્ટરવ્યૂમાં ચાહકે અનન્યાને તેના રિલેશનશિપ સ્ટેટ્સ અંગે સવાલ કર્યો હતો. શરૂઆતમાં અનન્યાએ આ સવાલ ટાળવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. જોકે, પછી અનન્યાએ કહ્યું હતું કે તે ઘણી જ ખુશ છે. આમ અનન્યાએ સીધી રીતે નહીં, પરંતુ આડકતરી રીતે પોતે સિંગલ ના હોવાનો સ્વીકાર કર્યો છે.
ઈશાન ફેવરિટ એક્ટર
આ જ ઇન્ટરવ્યૂમાં અનન્યાને અન્ય એક ચાહકે સવાલ કર્યો હતો કે તેનો ફેવરિટ કો-સ્ટાર કોણ છે. એક્ટ્રેસે એક સેકન્ડની રાહ જોયા વગર તરત જ ઈશાન ખટ્ટરનું નામ લીધું હતું. જોકે, પછી તેણે એવો જવાબ આપ્યો હતો કે તેણે જે કલાકારો સાથે કામ કર્યું તે તમામ ફેન્ટાસ્ટિક છે. ઉલ્લેખનીય છે કે અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટરે ફિલ્મ 'ખાલી પીલી'માં કામ કર્યું હતું. સિદ્ધાંત ચતુર્વેદી સાથે અનન્યાએ 'ગેહરાઇયા'માં કામ કર્યું હતું, હવે બંને ફરી 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે.
શાહિદની પાર્ટીમાં સાથે હતા
ઈશાન ખટ્ટરના સાવકા ભાઈ શાહિદ કપૂરે હાલમાં જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ઈશાન તથા અનન્યા સાથે જોવા મળ્યાં હતાં. અનન્યાએ સો.મીડિયામાં શાહિદ કપૂરને જન્મ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.
ઈશાનનું વ્યક્તિત્તવ ઘણું જ પ્રેમાળ
અનન્યાએ એક બીજા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઈશાન સાથે તેણે ફિલ્મ 'ગેહરાઈયા' જોઈ હતી. તેને લાગે છે કે ઈશાન ફરીવાર આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર જોશે. ઈશાને તેની પર સિનેમા તથા એક્ટિંગ બાબતે ઘણો જ પ્રભાવ પાડ્યો છે. ત્યાં સુધી કે તેની પર્સાનાલિટી ઘણી જ પ્રેમાળ છે. તે પ્રેમથી ઘેરાયેલી છે અને તે ઘણી જ આભારી છે.
માલદિવ્સ-રાજસ્થાનમાં નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું
ઈશાન ખટ્ટર-અનન્યાએ 2020 ન્યૂ યર માલદિવ્સમાં તો 2021 ન્યૂ યર રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કમાં સેલિબ્રેટ કર્યું હતું. જોકે, બંનેએ એકબીજાની સાથે હોય તેવી એક પણ તસવીર શ2ર કરી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.