તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન કૌભાંડ:નકલી વેક્સીનથી ફિલ્મમેકર્સને ઠગવામાં આવ્યા, રમેશ તૌરાણીએ કહ્યું- અમારા 365 કર્મચારીઓએ ડોઝ લીધો, ખબર નથી કઈ વેક્સીન આપી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં સામે આવેલું નકલી વેક્સિનેશન રેકેટથી બોલિવૂડ ફિલ્મના પ્રોડ્યૂસર્સ પણ બાકાત નથી. કેટલાંક પ્રોડક્શન હાઉસના મેમ્બર્સે હાલમાં જ વેક્સીન લીધી હતી. જોકે, તેમને ખ્યાલ નથી કે તેમણે કઈ વેક્સીન લગાવી છે. આ અંગે વાત કરતાં ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક રમેશ તૌરાણીએ કહ્યું હતું કે તેમણે પોતાના 365 કર્મચારીઓને 30 મે તથા 3 જૂનના રોજ વેક્સીન લગાવી હતી. જોકે, તેમને અત્યાર સુધી સર્ટિફિકેટ મળ્યું નથી.

1200 રૂપિયાથી વધુનો એક ડોઝ
ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં તૌરાણીએ કહ્યું હતું, 'અમે વેક્સિનેશન સર્ટિફિકેટની રાહ જોઈએ છીએ. જ્યારે મારા કર્મચારીએ તેનો (એસપી ઈવેન્ટના સંજય ગુપ્તા) સંપર્ક કર્યો તો અમને કહેવામાં આવ્યું કે સર્ટિફિકેટ શનિવાર, 12 જૂન સુધી મળશે. અમે પ્રતિ ડોઝ 1200 રૂપિયા તથા GST અલગ ચૂકવીને 365 કર્મચારીઓનું વેક્સિનેશન કરાવ્યું છે. હવે પૈસા કરતાં વધુ ચિંતા એ વાતની છે કે અમને શું આપવામાં આવ્યું? આ અસલી કોવિશીલ્ડ હતી કે સેલાઈન વૉટર. અમને કહેવામાં આવ્યું હતું કે કોકિલાબેન હોસ્પિટલમાંથી સર્ટિફિકેટ મળશે.'

ડોઝ લેવાની તારીખ બદલાઈ ગઈ
આ પ્રકારનો કેસ અન્ય એક પ્રોડક્શન હાઉસ મેચબોક્સ પિક્ચર્સ સાથે જોડાયેલો છે. એસપી ઈવેન્ટે 29 મેના રોજ આ પ્રોડક્શન હાઉસે 150 કર્મચારી તથા ફેમિલી મેમ્બર્સને કોવિશીલ્ડનો પહેલો ડોઝ આપ્યો હતો. આ કર્મચારીઓને કોકિલાબેન હોસ્પિટલમાંથી સર્ટિફિકેટ લેવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, બે અઠવાડિયા બાદ તેમને નાણાવટી હોસ્પિટલનું સર્ટિફિકેટ મળ્યું અને તારીખ 12 જૂન લખેલી હતી.

મેચબોક્સના કર્મચારીના મતે, 'ડોઝ લીધા બાદ અમને વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતી. કંપનીએ કહ્યું હતું કે બેકલોગને કારણે અમારું સર્ટિફિકેટ એક અઠવાડિયા પછી રિલીઝ થશે. અમને ચિંતા હતી, કારણ કે વેક્સિનેશન બાદ અમારામાંથી કોઈને તાવ કે બૉડી પેન જેવા લક્ષણો નહોતા.' જોકે, આ કેસમાં મેચબોક્સ પિક્ચર્સના પ્રોડ્યૂસર સંજય રૌત્રેએ કોઈ પણ કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.

ફૅક વેક્સિનેશન કેવી રીતે સામે આવ્યું?
થોડાં દિવસ પહેલાં મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હીરાનંદાની એસ્ટેટ સોસાયટીના સભ્યોએ દાવો કર્યો હતો કે તેઓ ફૅક વેક્સિનેશન કૌભાંડનો ભોગ બન્યા છે. સોસાયટીના 300થી વધુ લોકોને ઠગવામાં આવ્યા હતા. કહેવાય છે કે સોસાયટીની કમિટી તરફથી 30 મેના રોજ વેક્સિનેશન કેમ્પ લગાવવામાં આવ્યો હતો. પ્રતિ ડોઝ 1260 રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા હતા. વેક્સિન આપનારે પોતાને કોકિલાબેન હોસ્પિટલથી સંબંધિત હોવાની વાત કરી હતી.

પીડિતના મતે, વેક્સિન લગાવતા સમયે તેમની માહિતી કોવિન એપ પર ભરવામાં આવી નહોતી, પરંતુ એક્સેલ શીટમાં ભરવામાં આવી હતી. આ સમયે તેમને શંકા ગઈ હતી પરંતુ સોસાયટીનું હોવાથી કોઈએ કંઈ કહ્યુ નહીં. કહેવાય છે કે જ્યારે સર્ટિફિકેટ અલગ અલગ હોસ્પિટલના આપવામાં આવ્યા ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જ્યારે નાણાવટી હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેમણે કોઈ પણ વેક્સિનેશન કેમ્પ લગાવ્યો નથી. આટલી મોટી સોસાયટીમાં કોઈને પણ વેક્સિનેશન પછી તાવ કે અન્ય પ્રકારની મુશ્કેલી પડી નહોતી. આ જ કારણે સોસાયટીના સભ્યોની ચિંતામાં વધારો થયો. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...