તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં ડબલ સુસાઈડ:ફિલ્મમેકર સંતોષ ગુપ્તાની પત્ની-દીકરીએ સળગી જઈને આત્મહત્યા કરી, માતાની બીમારી દીકરી જોઈ ના શકી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈના સબઅર્બન વિસ્તાર અંધેરી (વેસ્ટ)માં 55 વર્ષીય એક મહિલા તથા તેમની 16 વર્ષની દીકરીએ આગ લગાવીને આત્મહત્યા કરી હતી. ઘટના 5 એપ્રિલ, સોમવારના રોજની છે. બુધવાર, 7 એપ્રિલના રોજ મુંબઈ પોલીસને આ અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે માતાનું નામ અસ્મિતા તથા દીકરીનું નામ સૃષ્ટિ છે. બંને ક્રમશઃ ફિલ્મમેકર સંતોષ ગુપ્તાની પત્ની તથા દીકરી હતા. સંતોષ ગુપ્તાએ 'ફરાર', 'રોમીઃ ધ હીરો', 'આજ કી ઔરત' જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે.

અંધેરીના ડી એન નગરમાં બંને રહેતા હતા
પોલીસના જણાવ્યા પ્રમાણે, અસ્મિતા તથા સૃષ્ટિ અંધેરી (વેસ્ટી)ના ડી એન નગરમાં રહેતા હતા. સોમવાર, 5 એપ્રિલના રોજ પોતાના ઘરમાં જ બંનેએ આગ લગાવીને સુસાઈડ કર્યું હતું. ઘટના અંગે ત્યારે ખબર પડી જ્યારે તેમના ફ્લેટમાંથી આગના ધૂમાડા આવવા લાગ્યા હતા. તે સમયે પાડોશીઓએ ફોન કરીને ફાયર બ્રિગેટને બોલાવ્યા હતા. માતા-દીકરીને કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. માતાને ડૉક્ટરે મૃત જાહેર કરી હતી. 70% સળગેલી દીકરીએ બીજા દિવસે એરોલી નેશનલ બર્ન્સ સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધાં હતાં.

કેમ આત્મહત્યા કરી?
શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી કે અસ્મિતા લાંબા સમયથી કિડનીની બીમારાથી પીડાતી હતી. આને કારણે અસ્મિતાએ આત્મહત્યાનું પગલું ભર્યું. સૃષ્ટિ પોતાની માતાની બીમારી સહન ના કરી શકે અને તેણે પણ આત્મહત્યા કરી. ડી એન નગર પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ભરત ગાયકવાડે કહ્યું હતું તેમણે બંને અલગ અલગ એક્સિડેન્ટલ ડેથ કેસ રજિસ્ટર્ડ કરીને કેસની તપાસ શરૂ કરી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો