હોલિવૂડ vs બોલિવૂડ:સાઉથ-બોલિવૂડના વિવાદ વચ્ચે ફિલ્મમેકર પ્રકાશ ઝાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'ભારતીય એક્ટર્સને ખબર જ નથી કે એક્ટિંગ શું છે?'

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકાશ ઝાએ ભારતીય એક્ટર્સના પ્રોફેશનલ બિહેવિયર અંગે વાત કરી

હાલમાં બોલિવૂડ તથા સાઉથની વચ્ચે ભાષા અંગે વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદની વચ્ચે ડિરેક્ટર પ્રકાશ ઝાએ એક નવો જ વિવાદ શરૂ કર્યો છે અને તે હોલિવૂડ vs બોલિવૂડ છે. પ્રકાશ ઝા ગોવામાં ચાલતા ભારતના એડવર્ટાઇઝમેન્ટના સૌથી મોટા અવોર્ડ ફંક્શન ગોવાફેસ્ટ 2022માં સામેલ થયા હતા. અહીંયા તેમણે ભારતીય એક્ટર્સના પ્રોફેશનલ બિહેવિયરને કારણે તેમને કામ કરવું પસંદ ના હોવાની વાત કહી હતી.

'વર્કશોપમાં ભાગ લેતો'
પ્રકાશ ઝાએ કહ્યું હતું કે તે પોતાના ક્રાફ્ટને વધુ શાર્પ બનાવવા માટે લંડન, પેરિસ, ન્યૂ યોર્ક જેવા શહેરમાં આયોજિત એક્ટિંગ વર્કશોપમાં ભાગ લેતા હતા. તે રજિસ્ટ્રેશન કરાવતા અને એક્ટર્સની લેંગ્વેજને સમજતા હતા. તેમણે ક્લાસિસમાં શેક્સપિયર તથા અન્ય નાટકો પર પર્ફોર્મ કર્યું છે. આને કારણે તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.

'મને નફરત રહેતી'
પ્રકાશ ઝાએ આગળ કહ્યું હતું, 'ભારતીય એક્ટર્સના પ્રોફેશનલ બિહેવિયરને કારણે મને તેમની સાથે કામ કરવું પસંદ નહોતું. મને ભારતમાં કામ કરતાં એક્ટર્સ પ્રત્યે નફરત હતી. તેમને ખ્યાલ જ નથી કે એક્ટિંગ શું છે. કોઈ પણ એક્ટરે મને ક્યારેય સવાલ કર્યો નથી કે શૂટિંગ ક્યારે છે, ટાઇમિંગ શું રહેશે, શૂટ ક્યાં કરીશું, એક્શન સીક્વન્સ કેવી છે?'

હોલિવૂડ-બોલિવૂડમાં અંતર
પ્રકાશ ઝાએ કહ્યું હતું કે હોલિવૂડ તથા બોલિવૂડ એક્ટર્સની વચ્ચે આ જ અંતર છે. હોલિવૂડ એક્ટર્સ વર્કશોપમાં ભાગ લે છે અને પોતાની આર્ટની પ્રેક્ટિસ કરે છે અને તેમાં સુધારો લાવે છે.

પ્રકાશ ઝાનું વર્કફ્રન્ટ
પ્રકાશ ઝાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વેબ સિરીઝ 'આશ્રમ'ની ત્રીજી સિઝન ટૂંક સમયમાં સ્ટ્રીમ થશે. આ સિરીઝ દંભી ધર્મગુરુઓ પર આધારિત છે. આ શોથી પ્રકાશ ઝાએ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મની વાત કરીએ તો 2023માં તેમની ફિલ્મ 'ચક્રવ્યૂહ 2' રિલીઝ થશે.