લોકડાઉન વિથ જોહર્સ:ફિલ્મમેકર કરણ જોહરના બાળકો પણ પિતાને રાહે, રૂહી અને યશે સ્ક્રીન ટેસ્ટ આપી

મુંબઈ3 વર્ષ પહેલા

લોકડાઉનમાં કરણ જોહર તેના ટ્વિન્સ બાળકો યશ અને રૂહી સાથે સમય પસાર કરી રહ્યો છે. તે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. હવે તેના બાળકોએ સ્ક્રીન ટેસ્ટ આપી છે. 

વીડિયોમાં કરણ જોહર યશ અને રૂહીને અલગ અલગ હાવભાવ આપવા માટે કહે છે. તે કહે છે કે તું ખુશી કઈ રીતે બતાવે , ગુસ્સો કઈ રીતે બતાવે, પ્રેમ કઈ રીતે જતાવે. યશ અને રૂહી આ દરેક એક્સપ્રેશન કરીને બતાવે છે. વીડિયો નીચે ઘણા સેલેબ્સે કમેન્ટ પણ કરી હતી.

કરણ જોહરના હાઉસ સ્ટાફના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરણે આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને જણાવ્યું હતું કે અમે લોકો 14 દિવસ માટે આઇસોલેશનમાં રહેવાના છીએ. સરકારના બધા નિયમોનું પાલન કરીને લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી માટે કટીબદ્ધ છીએ.

અન્ય સમાચારો પણ છે...