ફિલ્મ રિવ્યૂ:બેસ્ટ VFX, રણબીર-આલિયાથી લઈ અમિતાભે 'બ્રહ્માસ્ત્ર'માં સુપર્બ પર્ફોર્મન્સ આપ્યું છે

મુંબઈએક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'એ 'બાહુબલી' બાદ હોલિવૂડની સ્પેક્ટેકલ ફિલ્મને હિંદુસ્તાની જવાબ છે. સુપરપાવરથી ભરપૂર હિંદી સિનેમાના સુપરસ્ટાર્સનાં પાત્રો સાથે અયાન મુખર્જીએ વિઝ્યુઅલ ગિફ્ટસ આપવાનો પ્રયાસ કર્યો છે. રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે કરિયરમાં સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આ ફિલ્મમાં આપ્યું હોવાનું કહી શકાય. અયાને પોતાના પાત્ર શિવા, ઈશા, સાયન્ટિસ્ટ મોહન ભાર્ગવ, અનિષ શેટ્ટી, જુનૂન, રફ્તાર, અમૃતા, જોર, દેવ, ગુરુજીના માધ્યમથી સૃષ્ટિની સર્વોત્તમ તાકાત 'બ્રહ્માસ્ત્ર'ની રક્ષા કરનારા તથા એને પચાવી પાડનારા વચ્ચેનું મહાયુદ્ધ બતાવવામાં આવ્યું છે.

શાહરુખના પાત્ર પાસે વનરાસ્ત્રની તાકાત છે. એને બતાવવા માટે બ્રિટનના સ્ટોરોર ગ્રુપના સ્ટંટમેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રુપ ઊંચા બિલ્ડિંગ પર સફળતાપૂર્વક છલાંગ લગાવવામાં સક્ષમ છે. અંધકારની ખરાબ શક્તિ સામે લડતો શાહરુખ, એટલે કે વનરાસ્ત્રનું વિહંગમ સ્વરૂપ જોવા મળે છે. ત્યાર બાદ સિક્વન્સમાં રણબીર તથા આલિયાનો પીછો કરતી તાકાતની સાથે ચેસ સિક્વન્સ ઘણી જ સુપર્બ બતાવી છે. અમિતાભ બચ્ચન, 'બ્રહ્માસ્ત્ર'ના રક્ષકોની ટોળકીની સાથે સાથે મૌની રોયના પાત્રને પણ સ્ક્રીન સ્પેસ તથા સુપરપાવર આપવામાં આવ્યા છે. બંને પક્ષ વચ્ચેની જંગને એકપક્ષીય બતાવવામાં આવી નથી. આ વાત ફિલ્મની USP (યુનિક સેલિંગ પોઇન્ટ) છે.

આ ફિલ્મને હાઇ એન્ડ કોન્સેપ્ટ પ્રકારની કહી શકાય, જેમાં હીરો, વિલન, સિચ્યુએશન તમામને સ્થાપિત કરવામાં તથા તેમના પાત્રને વિકસિત કરવા માટે એક ખાસ વ્યાકરણ હોય છે અને અયાને આને ફોલો કર્યું છે. નવાઈની વાત એ છે કે અયાને વાર્તાના બેકડ્રોપમાં પ્રાચીન ભારતને બતાવ્યું છે અને એની અલૌકિક આભા ફિલ્મમાં જોવા મળે છે. આ અંગે જાણવાની તમામમાં ઉત્સુકતા છે. અયાને હીરો તથા વિલનની ટોળકીની શોધખોળ તથા શિકાર-શિકારીની રમતને ઇન્ટેન્સ બતાવી છે. પાત્રો પ્રત્યે અયાને વધુપડતી દયા ખાધી નથી.

આ ફિલ્મ જે હેતુથી બનાવવામાં આવી હતી એ પૂરો કરવામાં મેકર્સ મહદંશે સફળ સાબિત થયા છે. અયાન દર્શકોને કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે, જેમાં VFX, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સિનેમેટોગ્રાફીનો ઘણો જ સાથ મળે છે. 'કેસરિયા', 'ડાન્સ કા ભૂત', 'દેવા દેવા' ગીતો દર્શકોની જીભે ચઢી ગયાં છે. આલિયા તથા રણબીરની સાથે સાથે મૌની રોયે પણ પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. શાહરુખ ખાન, નાગાર્જુન, અમિતાભ બચ્ચન તથા સાથી કલાકારોએ પણ ઘણી જ સારી એક્ટિંગ કરી છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં કોઈ જ ખામી નથી. બીજા હાફમાં થોડાઘણા લૂપહોલ્સ છે. જોકે આ ફિલ્મ ભારતના સિનેપ્રેમીઓ માટે બેસ્ટ ગિફ્ટ છે. ભારતીય દર્શન, આધ્યાત્મને વધુ સારી રીતે સમજાવી શકે એ માટે એવા રાઇટરની જરૂર હતી. આ ફિલ્મ અહીં પૂરી થતી નથી. બીજા ભાગમાં અમૃતા તથા દેવની મહાગાથા બતાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...