ફિલ્મ રિવ્યૂ:'હસીન દિલરુબા' હેતુ ને મુદ્દા વચ્ચે ફસાઈ ગઈ છે

મુંબઈ4 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
રેટિંગ3/5
સ્ટાર કાસ્ટતાપસી પન્નુ, વિક્રાંત મેસી, હર્ષવર્ધન રાણે, આદિત્ય શ્રીવાસ્તવ
ડિરેક્ટરવિનિલ મેથ્યુ
પ્રોડ્યૂસરઆનંદ એલ રાય
સંગીતઅમિત ત્રિવેદી

'જજમેન્ટલ હૈ ક્યા' તથા 'મનમર્ઝિયા' ફૅમ કનિકા ધિલ્લોનની વાર્તા ફીમેલ લીડના દૃષ્ટિકોણથી હોય છે. ટેબૂ સવાલ હોય છે. 'હસીન દિલરુબા' પણ કંઈક આવી જ છે. મેન લીડ રાની કશ્યપ (તાપસી પન્નુ) છે. તે દિલ્હીની છે. દિનેશ પંડિતની નવલકથાથી તે અભિભૂત છે. ઈચ્છાઓ સમુદ્ર જેટલી ઊંડી છે. સર્વગુણસંપન્ન લાઇફપાર્ટનરની શોધમાં છે. સંયોગથી ઋષભ (વિક્રાંત મેસ્સી) તેને ગમી જાય છે. બંને લગ્ન કરી લે છે. આ દરમિયાન રાનીનું એકસ્ટ્રામેરિટલ અફેર હોય છે. તેના સંબંધો નીલ (હર્ષવર્ધન રાણે) સાથે હોય છે. પછી એક બ્લાસ્ટમાં એકનો જીવ જતો રહ્યો છે. રાનીને જવાબદાર ઠેરવવામાં આવે છે. તેને ચરિત્રહીન કહેવામાં આવે છે. પોલીસ ઇન્સ્પેક્ટર રાવત (આદિત્ય શ્રીવાસ્તવ) પણ આ જ પૂર્વગ્રહ સાથે રાનીને સવાલ જવાબ કરે છે. અંતે શું થાય છે, તેના પર ફિલ્મ છે.

વિનિલ મેથ્યુના ડિરેક્શનમાં કનિકા ધિલ્લોન ઈમ્પ્રેસિવ છે. તેની વાર્તા પરિણીત જીવનના એક મહત્ત્વના સવાલને સ્પર્શે છે. પાત્રોની અગ્નિપરીક્ષા વિકટ પરિસ્થિતિમાં થાય છે. આ તમામને પોતાના કરેલા કામ પ્રત્યે કોઈ જાતનો અપરાધ બોધ નથી. આ બધી બાબતો ફિલ્મને રૉ તથા રિયલ બનાવે છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે, જ્યારે આમાં એક ક્રેઝી ટ્વિસ્ટ લાવવાનો પ્રયાસ થાય છે. આ બધુ ફિલ્મના એન્ડને પ્રિડિક્ટેબલ બનાવી દે છે. રહસ્ય, રોમાંચની અનુભૂતિ ઓછી થઈ જાય છે. રાની ઋષભ, નીલ, પોલીસ તપાસની સાથે સાથે એક સારા સ્ક્રીનપ્લેની જરૂર હતી. આ બાબત ફિલ્મને મોટિવ તથા વ્યક્તિલક્ષી બનાવી શકતી હતી. અહીંયા હેતુ તથા મુદ્દાની વચ્ચે ફિલ્મ ફસાઈ ગઈ છે.

કલાકારોએ દમદાર એક્ટિંગ કરી છે. તાપસી, વિક્રાંત, હર્ષવર્ધન રાણે, આદિત્ય શ્રીવાસ્તવ, દયાશંકર પાંડે, આશીષ વર્માએ પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. આખી ફિલ્મ તાપસી પન્નુના ખભા પર છે. રાની કશ્યપના અલ્લડ દૃષ્ટિકોણથી લઈ તેમાં આવેલી પરિપક્વતાને તાપસીએ ઘણી જ સારી રીતે ભજવ્યું છે.

વિક્રાંત મેસીએ પણ પોતાને મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. તેણે પાત્રને જીવંત બનાવ્યું છે. નેગેટિવ રોલમાં હર્ષવર્ધન રાણે કમાલનો છે. આદિત્ય શ્રીવાસ્તવે CIDના પોતાના સિગ્નેચર રોલને અહીંયા એમનો એમ રાખ્યો છે. વચ્ચે વચ્ચે પાત્રને હ્યુમર બનાવવામાં આવ્યું છે. લોકેશન તરીકે જ્વાલાપુર, હરિદ્વારની સુંદરતાને કેપ્ચર કર્યું છે. ગીત સંગીત પરિસ્થિતિને અનુરૂપ છે.