તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ રિવ્યૂ:માસ્ટર- ફિલ્મ અનિષ્ટ પર ઈષ્ટના વિજયની વાત કરે છે

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિરેક્ટરઃ લોકેશ કનાગરાજ
  • કલાકારોઃ વિજય, વિજય સેતુપતિ, માલવિકા મોહનન, અર્જુન દાસ, શાંતનુ, ભાગ્યરાજ
  • રેટિંગઃ 3/5

કોરોનાકાળમાં થિયેટરમાં સુપરસ્ટારની ફિલ્મ ક્યારે રિલીઝ થાય તેની આતુરતાથી રાહ જોવાતી હતી. આ રાહ લોકેશ કનાગરાજની ફિલ્મ 'માસ્ટર'એ પૂરી કરી છે. એક્શન-કોમેડી જોનરની આ ફિલ્મમાં તમિળના સુપરસ્ટાર વિજય તથા વિજય સેતુપતિ ઉપરાંત માલવિકા મોહનન, અર્જુન દાસ, શાંતનુ, ભાગ્યરાજ જેવા કલાકારો છે.

વાર્તા બહુ જ સામાન્ય છે, જેમાં ફિલ્મમાં હીરો જેડી (વિજય) તથા વિલન ભવાની (વિજય સેતુપતિ) વચ્ચેની લડાઈની વાત છે. અનિષ્ટ પર ઈષ્ટનો વિજય થાય છે. ભવાની ટ્રાન્સપોર્ટ યુનિયનના લીડરનો દીકરો છે. તેના પરિવારને ત્રણ માણસો જીવતા સળગાવી દે છે પણ ભવાની બચી જાય છે. આ ત્રણેય ભવાનીને એ શરતે જીવતો રાખે છે કે તે ઘર ગેસ બ્લાસ્ટને કારણે સળગ્યું તે વાત કરશે. જોકે, ત્રણેય ભવાનીને ટ્રાન્સપોર્ટના પૈસા ચોરી કર્યા હોવાનો આરોપ મૂકીને સજા અપાવે છે.

સગીર હોવાને કારણે ભવાનીને બાળ સુધાર ગૃહમાં મોકવામાં આવે છે. જોકે, અહીંયા પણ પેલા ત્રણ ગુનેગારો ભવાનીને હેરાન કરવાની એક પણ તક છોડતા નથી. અંતે ભવાની બાળ સુધાર કેન્દ્રમાંથી મોટો અપરાધી બનીને બહાર આવે છે. તે એક-એક કરીને ત્રણેયની હત્યા કરીને યુનિયનનો લીડર બની જાય છે.

બાળ સુધાર ગૃહના લોકોને પૈસા આપીને બાળકોને નશાની લત લગાવી દે છે અને તેમની પાસે ગેરકાનૂની કામો કરાવે છે. હવે ભવાની રાજકારણમાં આવવાનું સપનું જુએ છે. બીજી તરફ જેડી (વિજય) કોલેજનો પ્રોફેસર છે. શરૂઆતમાં વિજયને કોલેજનો સ્ટાફ પસંદ કરતો નથી. તે એવું કંઈક કરે છે કે તે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થઈ જાય છે. જેડી સારો માણસ હોય છે અને તેની સારપ જોઈને ચારુ (માલવિકા મોહનન) NGO છોડીને પ્રોફેસર તરીકે કોલેજમાં આવે છે. તે જેડીને માસ્ટર બનાવીને ત્રણ મહિના બાળ સુધાર ગૃહમાં મોકલે છે.

ચારુને ખ્યાલ છે કે ભવાની માસૂમો પર કેવા અત્યાચારો કરે છે. હવે જેડી માસ્ટર બનીને બાળ સુધાર ગૃહમાં આવે છે. અહીંયા જેડી અને ભવાનીનો આમનો સામનો થાય છે. ત્યારબાદ શું થાય છે, કોણ કોની પર ભારે પડે છે, તે જાણવા માટે તમારે થિયેટરમાં જવું પડશે.

ફિલ્મની વાર્તામાં સારો મુદ્દો લેવામાં આવ્યો છે. હીરો દારૂ પીવાને બદલે ના પીવાનું કારણ કહે છે. કોલેજમાં ઈલેક્શન હોય કે બાળ સુધાર કેન્દ્રમાં અપરાધી તત્ત્વો, બાળકો વચ્ચે કબડ્ડી, ટ્રાન્સપોર્ટમાં ભવાનીનો અડ્ડો, આ તમામ બાબતો ઘણી જ મનોરંજક છે. એક બીજુ હીરોના કામના હદ કરતાં વધુ વખાણ કરવામાં આવ્યા છે, તો બીજી બાજુ વિલનની ક્રૂરતાને પણ વધારીને બતાવવામાં આવી છે. વિજયની સાથે વિજય સેતુપતિ તથા અર્જુન દાસે પોતાની નેગેટિવ ભૂમિકા ઘણી જ સારી રીતે ભજવી છે. હિંદી દર્શકોને ફિલ્મની વાર્તા લાંબી લાગી શકે છે.

એક્શનની વાત કરીએ તો હીરો તથા વિલન વચ્ચેના એક્શન સીન જબરજસ્ત છે. હીરો બોડી બિલ્ડર નથી પરંતુ એક સાથે અનેકને મારે છે. ફિલ્મના નેગેટિવ પાસાની વાત કરીએ તો સાઉથના દર્શકોના ટેસ્ટને આધારે ફિલ્મમાં એવી ઘણી જ અનએક્સપેક્ટેડ બાબતો બતાવવામાં આવી છે, જે હિંદી દર્શકો પસંદ આવી શકે તેમ નથી. લોકેશન તથા વિષય વસ્તુ ફિલ્મની વાર્તા પ્રમાણે એકદમ પર્ફેક્ટ છે. ફિલ્મમાં ગીતો તથા ડાન્સ સુપર્બ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser