'પૃથ્વીરાજ' ટીઝર આઉટ:અક્ષય કુમારને 'પૃથ્વીરાજ'ના રોલમાં જોઈને ચાહકો નિરાશ, કહ્યું- 'હાઉસફુલ 4'નો બાલા લાગે છે, અવાજ પણ નબળો'

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મ 21 જાન્યુઆરી, 2022માં થિયેટરમાં રિલીઝ થશે

યશરાજ ફિલ્મ્સે મહાન યૌદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત ફિલ્મ 'પૃથ્વીરાજ'નું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. આ ફિલ્મ અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. ફિલ્મમાં સોનુ સૂદ પણ છે. આ ફિલ્મથી પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું ટીઝર જોઈને ચાહકો નિરાશ થયા છે. તેમને અક્ષય કુમારના અવાજ તથા લુકમાં કોઈ દમ લાગ્યો નહીં.

21 જાન્યુઆરી, 2022માં થિયેટરમાં રિલીઝ થશે
ફિલ્મના ટીઝરમાં અક્ષય કુમાર પોતાના સૈનિકોની સાથે યુદ્ધના મેદાનમાં કવચમાં ઊભા હોય છે. સંજય દત્ત પણ મેદાનમાં જોવા મળે છે. ટીઝરમાં સંયોગિતાની ભૂમિકા ભજવતી દુલ્હન તરીકે તૈયાર થયેલી માનુષીની એક ઝલક જોવા મળે છે. ફિલ્મમાં સંજય દત્ત, આશુતોષ રાણા, સાક્ષી તંવર પણ છે. ફિલ્મને ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ 21 જાન્યુઆરી, 2022માં રિલીઝ થશે.

અક્ષયે આ ફિલ્મ અંગે વાત કરતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'પૃથ્વીરાજ'નું ટીઝર ફિલ્મની આત્મા દર્શાવે છે. મહાન યૌદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવનનો સાર એ છે કે તેમનામાં ડર નહોતો. તેમની વરતા તથા તેમના જીવનને અમારી શ્રદ્ધાંજલિ છે. મેં તેમના વિશે જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને નવાઈ લાગી કે તેમણે આપણા દેશ તથા પોતાના મૂલ્ય માટે પોતાના જીવનની એક એક ક્ષણ કેવી રીતે જીવી.'

વધુમાં અક્ષયે કહ્યું હતું, 'કહેવાય છે કે તે સૌથી બહાદુર યૌદ્ધામાંથી એક છે અને તેઓ સૌથી ઈમાનદાર રાજામાંથી એક છે. આપણે આશા રાખીએ દુનિયાભરના ભારતીયો આ પરાક્રમી બહાદુરને અમારી સલામ પસંદ કરે. અમે તેમના જીવનને યશાસંભવ પ્રામામિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે અને ફિલ્મમાં તેમની બહાદુરી તથા સાહસને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.'

ફિલ્મનો લુક જોઈને ચાહકો નિરાશ
ચાહકોને આશા હતી કે સુપરસ્ટાર અક્ષય કુમાર મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકાને વીરતા સાથે ભજવશે. જોકે, ટીઝર જોયા બાદ ચાહકો નિરાશ થઈ ગયા છે. ચાહકોએ અક્ષય કુમારના લુકને ફિલ્મ 'હાઉસફુલ'ના બાલા સાથે સરખાવ્યો છે. ચાહકોને અક્ષય કુમારનો અવાજ પણ પસંદ આવ્યો નથી.

ડાબે, 'હાઉસફુલ 4'માં બાલાના લુકમાં અક્ષય કુમાર, 'પૃથ્વીરાજ'ના એક સીનમાં માનુષી સાથે અક્કી
ડાબે, 'હાઉસફુલ 4'માં બાલાના લુકમાં અક્ષય કુમાર, 'પૃથ્વીરાજ'ના એક સીનમાં માનુષી સાથે અક્કી

એક યુઝરે કહ્યું હતું, 'દરેક ફિલ્મમાં એક જ મોડ્યુલેશન. પૃથ્વીરાજ ચૌહાણને ઘણાં જ નબળી રીતે બતાવવામાં આવ્યા છે. જોકે, વિઝ્યુઅલ્સ કમાલના છે. હું અજમેરનો છું અને મને ખ્યાલ છે કે આ એ નથી, જેના માટે પૃથ્વીરાજ ચૌહાણ જાણીતા છે.'