બોક્સ ઓફિસ પર 75 કરોડનો વકરો કર્યો:કોરોનાકાળ બાદ 8 ફિલ્મ રિલીઝ થઈ, 'બ્રહ્માસ્ત્ર' પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

મુંબઈ19 દિવસ પહેલા

કોરોનાકાળ બાદ બોલિવૂડની 8 બિગ બજેટ ફિલ્મ રિલીઝ થઈ, પરંતુ શુક્રવાર 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી 'બ્રહ્માસ્ત્ર'એ પહેલા દિવસે કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે ઓપનિંગ ડે પર ઇન્ડિયામાં 35 કરોડનું કલેક્શન કર્યું છે. ગ્લોબલ બિઝનેસ ગ્રોસ 75 કરોડ રૂપિયાનો રહ્યો છે. કોરોનાકાળ બાદ સૌથી મોટું ઓપનિંગ મેળવનારી આ પહેલી ફિલ્મ છે. 'બ્રહ્માસ્ત્ર' રણબીર કપૂરની અત્યાર સુધીની સૌથી મોટું ઓપનિંગ કલેક્શન કરનારી ફિલ્મ બની છે. આ પહેલાં રણબીરની 'સંજુ'એ 34.75 કરોડની કમાણી કરી હતી,.

અયાને પહેલા દિવસની કમાણીની માહિતી શૅર કરીને દર્શકોનો આભાર માન્યો
અયાને પહેલા દિવસની કમાણીની માહિતી શૅર કરીને દર્શકોનો આભાર માન્યો

રણબીરની હાઇએસ્ટ ઓપનિંગ ફિલ્મ
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી 410 કરોડની 'બ્રહ્માસ્ત્ર'એ હિંદી બેલ્ટમાં અંદાજે 30 કરોડની કમાણી કરી છે. ફિલ્મે આંધ્રપ્રદેશ તથા તેલંગાનામાંથી 5.80 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન 75 કરોડ રૂપિયા છે. રણબીરની છેલ્લે રિલીઝ થયેલી છ ફિલ્મમાંથી 'બ્રહ્માસ્ત્ર' પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ પંડિતોના મતે, ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડમાં 100 કરોડની કમાણી કરશે. આ ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, મૌની રોય મહત્ત્વના રોલમાં છે.

8 હજાર સ્ક્રીન્સમાં રિલીઝ થઈ
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 5019 સ્ક્રીન્સ પર તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયોની પાસે છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.
એડવાન્સ બુકિંગમાં 'RRR'ને પાછળ મૂકી
ઓપનિંગ ડે માટે 'બ્રહ્માસ્ત્ર'ની અંદાજે 11 કરોડ ટિકિટ વેચાઈ હતી. હિંદી બેલ્ટમાં 10 કરોડ રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. અયાનની આ ફિલ્મ 'RRR'ના હિંદી વર્ઝનને એડવાન્સ બુકિંગમાં પાછળ મૂકી દીધું છે. રાજમૌલિની આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 7 કરોડનું હતું.

ઓપનિંગ વીકેન્ડ માટે 23 કરોડથી વધુ ટિકિટ વેચાઈ
ઇન્ડસ્ટ્રી ટ્રેકિંગ પોર્ટલના અહેવાલ પ્રમાણે, 'બ્રહ્માસ્ત્ર'ના હિંદી વર્ઝનના ઓપનિંગ વીકેન્ડનું બુકિંગ 22.25 કરોડનું છે. ફિલ્મના તેલુગુ વર્ઝને 98 લાખ તથા તમિળમાં 11.1 લાખ રૂપિયાથી વધુની ટિકિટ વેચાઈ ગઈ છે. કન્નડ તથા મલયાલમ વર્ઝનમાં બુકિંગ ઘણું જ ઓછું છે.

અન્ય સમાચારો પણ છે...