'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ:300 કરોડ ક્લબમાં સામેલ, આલિયાની પહેલી ને રણબીરની ત્રીજી ફિલ્મે આટલી કમાણી કરી

મુંબઈ14 દિવસ પહેલા

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર કમાણીના એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે રિલીઝના એક વીકમાં જ 300 કરોડથી વધુની કમાણી વર્લ્ડવાઇડ કરી છે. ફિલ્મે ભારતમાં 169 કરોડનો બિઝનેસ કર્યો છે. આલિયાની પહેલી તો રણબીરની ત્રીજી ફિલ્મ 300 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. આ પહેલાં રણબીરની 'સંજુ' તથા 'યે જવાની હૈ દિવાની'એ 300 કરોડથી વધુની કમાણી કરી હતી.

ફિલ્મના કલેક્શનમાં 15-20%નો ઘટાડો
'બ્રહ્માસ્ત્ર'એ સાતમા દિવસે ભારતમાં તમામ ભાષામાં 10 કરોડનો બિઝનેસ કર્યો છે, જેમાં હિંદી વર્ઝને 9 કરોડ કમાયા છે. ગ્લોબલ બોક્સ ઓફિસ કલેક્શન 15 કરોડનું રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં ફિલ્મના કલેક્શનમાં 15-20%નો ઘટાડો નોંધાયો હતો.

'બ્રહ્માસ્ત્ર' 100 કરોડ ક્લબમાં પહોંચનારી 100મી ફિલ્મ
'બ્રહ્માસ્ત્ર' 100 કરોડ ક્લબમાં પહોંચાનારી 100મી હિંદી ફિલ્મ છે. 15 વર્ષ પહેલાં આમિર ખાનની 'ગજની' 100 કરોડની કમાણી કરનારી પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ 'દબંગ', 'ગોલમાલ 3' સહિતની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.

એડવાન્સ બુકિંગમાંથી કમાણી કરી
'બ્રહ્માસ્ત્ર'એ એડવાન્સ બુકિંગમાંથી 11 કરોડની કમાણી કરી હતી, જેમાં હિંદી વર્ઝને 10 કરોડથી વધુ કમાણી કરી હતી. એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મે 'RRR' તથા 'ભૂલ ભૂલેયા 2'ને પાછળ મૂકી દીધી હતી.

8 હજારથી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ
9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી 'બ્રહ્માસ્ત્ર' ભારતમાં 5019 તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. વર્લ્ડવાઇડ ફિલ્મ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા, નાર્ગાજુન મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મના હજી બે ભાગ આવશે.

અન્ય સમાચારો પણ છે...