બોલિવૂડ એક્ટર રણબીર કપૂર હાલમાં ફિલ્મ 'તુ જૂઠ્ઠી મૈં મક્કાર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રણબીર કપૂર પ્રમોશન દરમિયાન ચાહકોને મળ્યો હતો. આ દરમિયાન મહિલા ચાહકે રણબીરને ગાલ પર કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં આદિત્ય રોય કપૂર સાથે પણ આવી જ ઘટના બની હતી.
સો.મીડિયામાં વીડિયો વાઇરલ
સો.મીડિયામાં રણબીર કપૂરનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં મહિલા ચાહક રણબીર કપૂર સાથે સેલ્ફી લે છે. સેલ્ફી ક્લિક કર્યા બાદ તે મહિલા ચાહક એક્ટરને ગાલ પર કિસ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ રણબીર એટલીવારમાં ત્યાંથની નીકળી જાય છે. આ દરમિયાન તે મહિલા ચાહકે રણબીરના હાથ પર કિસ કરી હતી. થોડીવાર બાદ તે મહિલા ચાહક ઘણી જ ઇમોશનલ થઈ જાય છે અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.
સો.મીડિયા યુઝર્સે કહ્યું, આ તો મોલેસ્ટિંગ છે
સો.મીડિયામાં રણબીર કપૂરનો આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. યુઝર્સને મહિલા ચાહકની હરકત સહેજ પણ ગમી નહોતી. એક યુઝર્સે કહ્યું હતું કે આ મોલેસ્ટિંગ છે. અન્ય એકે કહ્યું હતું કે આ હેરાનગતિ છે. જો કોઈ પુરુષે એક્ટ્રેસ સાથે આવી હરકત કરી હોત તો? અન્ય એકે એમ કહ્યું હતું કે રણબીર કપૂર ઘણો જ કૂલ છે. તે લોકોએ ક્રોસિંગ લાઇન ક્રોસ કરી હોવા છતાં તેણે આ બધું ઘણી જ સહજતાથી સંભાળ્યું.
રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો 'તુ જૂઠ્ઠી' મૈં મક્કાર' 8 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તે પહેલી જ વાર શ્રદ્ધા કપૂર સાથે કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તે સંદીપ રેડ્ડીની ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં અનિલ કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ છે. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થશે.
આદિત્ય સાથે પણ આવી ઘટના બની હતી
થોડાં સમય પહેલાં વાઇરલ વીડિયોમાં એક મહિલા ચાહક એક્ટર આદિત્ય સાથે સેલ્ફી લેતી હતી. સેલ્ફી ક્લિક કરાવતા સમયે તે આદિત્યને ગરદનથી પકડીને ગાલ પર કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આદિત્યે હસીને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાને દૂર કરી હતી. જોકે, મહિલાએ એમ કહ્યું હતું કે તે ખાસ દુબઈથી આવી છે અને આદિત્યના હાથ પર કિસ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.