તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોણ છે ફાતિમા સના શેખ?:આમિરે ડિવોર્સ લેવાની જાહેરાત કરતાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી દંગલ ગર્લ ફાતિમા સના શેખ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમિર ખાન સાથે તેણે બે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે

બોલિવૂડ સ્ટાર આમિર ખાન અને બીજી પત્ની કિરણ રાવ લગ્નનાં 15 વર્ષ પછી ડિવોર્સ લઈ રહ્યાં છે. બંનેએ સાથે નિવેદન જાહેર કરીને ડિવોર્સની વાત કરી છે. આમિર ખાનના ફેન્સ માટે આ ન્યૂઝ ખૂબ ચોંકાવનારા છે. જોકે એનાથી પણ વધારે ચોંકાવનારી વાત એ છે કે આમિર અને કિરણના ડિવોર્સ પછી સોશિયલ મીડિયા પર આમિર ખાનની કો-સ્ટાર દંગલ ગર્લ ફાતિમા સના શેખ ખૂબ ટ્રેન્ડમાં રહી છે.

કોણ છે ફાતિમા સના શેખ?
ફાતિમા સના શેખ એક ભારતીય ચાઈલ્ડ આર્ટિસ્ટ ફિલ્મ અભિનેત્રી છે. તે હિન્દી સિનેમામાં ફિલ્મ ચાચી 420 માટે જાણીતી છે. ફાતિમાનો જન્મ 11 જાન્યુઆરી 1992માં હૈદરાબાદમાં થયો છે. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. બોલિવૂડમાં તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણી સીરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ફિલ્મ દંગલમાં ગીતા ફોગટનો રોલ કર્યો હતો, જે દર્શકોને ઘણો પસંદ પડ્યો હતો. તે આમિર ખાન સાથે ઠગ્સ ઓફ ઈન્દુસ્તાનમાં પણ હતી.

ફાતિમા રિયલ લાઈફમાં પણ બહાદૂર છે. એ ઈન્ટરવ્યુમાં તેણે એક કિસ્સો કહ્યો હતો. જેમા તેણે જણાવ્યું હતું કે એક વ્યક્તિએ તેની છેડતી કરી હતી તો તેણએ તે વ્યક્તિને બરાબરની ધોલાઈ કરી હતી.

હકીકતમાં હવે લોકો સોશિયલ મીડિયા પર અટકળો લગાવી રહ્યા છે કે આમિર ખાનનું કિરણ રાવ સાથેના ડિવોર્સનું કારણ ફાતિમા સના શેખ છે. આમિર ખાન અને ફાતિમા સના શેખે ફિલ્મ દંગલમાં એકસાથે કામ કર્યું હતું. આ ફાતિમાની ડેબ્યુ ફિલ્મ હતી અને એમાં તેણે આમિર ખાનની દીકરીનો રોલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો #Fatimaથી સતત ટ્વીટ કરી રહ્યા છે. જુઓ, અમુક યુઝર્સનાં રિએક્શન્સ...

નોંધનીય છે કે આમિર ખાન અને ફાતિમા સના શેખની લિંકઅપની અફવાઓ પહેલાં પણ સામે આવી છે. આ સમાચારો વિશે રિએક્ટ કરતાં એ સમયે ફાતિમાએ કહ્યું હતું કે તે આમિરને તેના માર્ગદર્શક અને લાઈફગુરુ માને છે. જોકે અત્યારે પણ સોશિયલ મીડિયા પર આમિર અને ફાતિમાના લિંકઅપ વિશે ખૂબ જ ગોસિપ્સ થતી હોય છે.

નોંધનીય છે કે 56 વર્ષના આમિર ખાનના 2005માં કિરણ રાવ સાથે લગ્ન થયા હતા. આમિરે આ પહેલાં 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આમિર અને રીનાનાં બે બાળકો છે- જુનૈદ અને ઈરા ખાન. આમિર અને રીનાના 2002માં ડિવોર્સ થઈ ગયા હતા. આમિર ખાન હવે તેની નેક્સ્ટ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે, જે આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...