તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શનકારી ખેડૂતોની ધમકી:બોબી દેઓલની ફિલ્મનું શૂટિંગ અટકાવ્યા બાદ કહ્યું- પંજાબ, હરિયાણામાં દેઓલ પરિવારને શૂટ નહીં કરવા દઈએ

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

શુક્રવારે પ્રદર્શનકારી ખેડૂતોના એક ગ્રુપે પંજાબના પટિયાલામાં ચાલી રહેલા બોબી દેઓલ, વિક્રાંત મેસી અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ 'લવ હોસ્ટેલ'નું શૂટિંગ અટકાવી દીધું. રિપોર્ટ્સ અનુસાર, આ દરમ્યાન એક્ટર્સ તો સેટ પર ન હતા પણ ક્રૂ મેમ્બર્સ તેમના ઇક્વિપમેન્ટ સેટ કરી રહ્યા હતા. ખેડૂતોએ તેમને કામ કરતા અટકાવ્યા અને ત્યાંથી જવા માટે કહ્યું. જ્યારે ક્રૂ મેમ્બર્સ સામાન લઈને લોકેશનથી ચાલ્યા ગયા તો પ્રદર્શનકારી ખેડૂતોએ લોકલ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે તે પંજાબ અને હરિયાણામાં દેઓલ પરિવારના કોઈપણ સભ્યને શૂટિંગ નહીં કરવા દે.

દેઓલ પરિવારથી આટલા માટે નારાજ છે આંદોલનકારી
ગ્રુપના એક પ્રતિનિધિએ મીડિયાને કહ્યું કે ફિલ્મની સ્ટારકાસ્ટમાં સામેલ બોબી દેઓલ બીજેપી પાર્ટીના નજીકના દેઓલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે કહ્યું, 'બોબી દેઓલના ભાઈ સની દેઓલ ભાજપ સાંસદ છે. માતા હેમા માલિની ભાજપ સાંસદ છે અને પિતા ધર્મેન્દ્ર ભાજપના પૂર્વ સાંસદ છે.'

તેણે કહ્યું કે દેઓલ પરિવારે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે કોઈ વાત નથી કરી પણ પોપસ્ટાર રિહાનાની સોશિયલ મીડિયા પોસ્ટ પછી તેણે સરકારના પક્ષમાં પોસ્ટ લખી. તેણે રિહાનાની પોસ્ટ પર કરવામાં આવેલી હેમા માલિનીની કમેન્ટને ખેડૂતો વિરુદ્ધ ગણાવી.

હેમાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું હતું
હેમાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું વિદેશી હસ્તીઓને લઈને ચકિત છું, જેના માટે આપણો દેશ ભારત માત્ર એક નામ છે, જેને તેમણે સાંભળ્યો છે. તે આપણા આંતરિક મુદ્દા અને પોલિસી પર ડર વગર સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. ચકિત કરી દે તેવી વાત એ છે કે શું મેળવવાની અને સૌથી જરૂરી કોને ખુશ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.'

જાન્યુઆરીમાં જાહ્નવીની ફિલ્મનું શૂટિંગ અટકાવ્યું હતું
જાન્યુઆરીમાં પ્રદર્શનકારીઓએ પટિયાલામાં ચાલી રહેલી જાહ્નવી કપૂરની ફિલ્મ 'ગુડ લક જેરી'નું શૂટિંગ અટકાવી દીધું હતું. ત્યારબાદ મેકર્સે શૂટિંગ શેડ્યુઅલને ચંદીગઢ અને પછી પંજાબના જ લુધિયાણા જેવા અન્ય શહેરોમાં શિફ્ટ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો