તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત આંદોલનની અસર:ખેડૂતોએ ફરી એકવાર પંજાબમાં જાન્હવી કપૂરની ફિલ્મનું શૂટિંગ અટકાવ્યું, કહ્યું- 'બોલિવૂડ સ્ટાર્સ અમારા સમર્થનમાં આવે'

પટિયાલા8 મહિનો પહેલા

જાન્હવી કપૂર હાલમાં પંજાબના પટિયાલામાં ફિલ્મ 'ગુડ લક જેરી'નું શૂટિંગ કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, શનિવાર, 23 જાન્યુઆરીના રોજ ફરી એકવાર શૂટિંગ અટકી પડ્યું હતું. ખેડૂત કાયદાનો વિરોધ કરતાં કેટલાંક ખેડૂતો સેટ પર આવીને દેખાવો કરવા લાગ્યા હતા. ચર્ચા છે કે ખેડૂતોએ શહેરમાં ચાલતા શૂટિંગનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ફિલ્મની કાસ્ટ તથા ક્રૂ જે હોટલમાં રોકાઈ હતી ત્યાં પણ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોની ડિમાન્ડ હતી કે ફિલ્મના કલાકારો ખેડૂત આંદોલનનું સમર્થન કરે.

કોઈ પણ એક્ટરનો વિરોધ કરવામાં આવ્યો નથી
એક અહેવાલ પ્રમાણે, ખેડૂતો ફિલ્મના કલાકારોના વિરોધમાં નથી. તેઓ ઈચ્છે છે કે ફિલ્મનું યુનિટ ખેડૂત આંદોલનને સમર્થન કરે. તેમણે માગણી કરી છે કે બોલિવૂડ એક્ટર્સે પણ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ.

10 જાન્યુઆરીએ શૂટિંગ અટકાવ્યું હતું
આ પહેલાં 10 જાન્યુઆરીના રોજ પંજાબના સ્સી પઠાનામાં પણ ખેડૂતોએ 'ગુડ લક જેરી'નું શૂટિંગ અટકાવી દીધું હતું. તે સમયે જાન્હવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને ખેડૂતોનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ શૂટિંગ ફરી પાછું ચાલુ થઈ શક્યું નહોતું.

જાન્હવી સોશિયલ મીડિયામાં આ પોસ્ટ શૅર કરી હતી
જાન્હવી સોશિયલ મીડિયામાં આ પોસ્ટ શૅર કરી હતી

ખેડૂતો કાયદા વિરુદ્ધ દેખાવો કરતાં ખેડૂતોએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે જે રીતે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક કલાકારો ખેડૂત આંદોલનમાં સાથે આપે છે. બીજી બાજુ બોલિવૂડ સ્ટાર્સ પંજાબમાં શૂટિંગ માટે આવે છે પરંતુ હજી સુધી તેમણે આંદોલન મુદ્દે કોઈ વાત કરી નથી. આ વાતને કારણે તેઓ નારાજ છે. જ્યાં સુધી બોલિવૂડ સ્ટાર્સ ખેડૂત આંદોલનનું સમર્થન કરતાં નથી ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ કરતાં રહેશે.

નયનાતારાની ભૂમિકામાં જાન્હવી
જાન્હવી કપૂરની આ ફિલ્મ 2018માં આવેલી તમિળ ફિલ્મ 'કોલામવુ કોકિલા'ની હિંદી રીમેક છે. તમિળ ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં હતી. 'ગુડ લુક જેરી'ને સિદ્ધાર્થ સેનગુપ્તા ડિરેક્ટ કરે છે અને પ્રોડ્યૂસર આનંદ એલ રાય છે.

અન્ય સમાચારો પણ છે...