તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:રિહાનાની વિરુદ્ધમાં બોલિવૂડ સ્ટાર્સ, કહ્યું- 'ખેડૂતો ભારતની કરોડરજ્જુ, આપણને કોઈ અલગ ના કરી શકે'

મુંબઈએક મહિનો પહેલા

ખેડૂત આંદોલન પર પોપ સ્ટાર રિહાનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ત્યારથી આખી દુનિયાની નજર ભારતમાં ચાલતા ખેડૂત આંદોલન પર અટકી છે. રિહાના બાદ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પણ ખેડૂત આંદોલનના સપોર્ટમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. સૌ પહેલાં કંગના રનૌતે રિહાનાને મૂર્ખ ગણાવી હતી. બીજુ બાજુ આ સેલિબ્રિટીના નિવેદન અંગે વિદેશ મંત્રાલયે સખત પ્રતિક્રિયા આપી છે. હવે બોલિવૂડ સ્ટાર્સે વિદેશ મંત્રાલયના નિવેદનને સમર્થન કરતી પોસ્ટ સો.મીડિયામાં શૅર કરી છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારત કોઈ પણ પરિસ્થિતિમાં બહારના લોકોને પોતાનો એજન્ડા ચલાવવા દેશે નહીં. વધુમાં મંત્રાલયે કહ્યું હતું કે આવી સ્થિતિમાં કોઈ પણ સેલિબ્રિટી સંવેદનશીલ પોસ્ટ તથા હેશટેગ ચલાવે તે જવાબદારીપૂર્વકનું વર્તન નથી. મંત્રાલયે આંદોલનને આંતરિક બાબત ગણાવીને એમ પણ કહ્યું હતું કે કોઈ પણ બીજા દેશની ટીકા ટિપ્પણીને સહન કરવામાં આવશે નહીં.

ખેડૂત આંદોલન પર થતાં નિવેદન પર ભડક્યો અક્ષય કુમાર
અક્ષય કુમારે વિદેશ મંત્રાલયનું નિવેદન શૅર કરીને કહ્યું હતું, 'ખેડૂત અમારા દેશનો મહત્ત્વનો હિસ્સો છે. તેમની મુશ્કેલીઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસનું સમર્થન કરવું જોઈએ. જે પણ આમાં અંતર ઊભું કરવાનો પ્રયાસ કરે છે, તેના પર ધ્યાન ના આપો.' અક્ષય કુમારે પોસ્ટમાં #IndiaTogether #IndiaAgainstPropaganda હેશટૅગનો ઉપયોગ કર્યો હતો.

અક્ષય કુમારની સો.મીડિયા પોસ્ટ
અક્ષય કુમારની સો.મીડિયા પોસ્ટ

અજય-સુનીલે પણ વિદેશ મંત્રાલયનું સમર્થન કર્યું
અક્ષય કુમાર ઉપરાંત અજય દેવગન, કરન જોહર, સુનીલ શેટ્ટી, અનુપમ ખેરે પણ મંત્રાલયના સપોર્ટમાં પોસ્ટ શૅર કરી હતી.

અજય દેવગને કહ્યું હતું, 'ભારત અથવા ભારતીય નીતિઓ વિરુદ્ધ થતાં કોઈપણ ખોટા પ્રચારમાં પડશો નહીં. કોઈપણ ઘર્ષણમાં આ ઘડીએ એક સાથે રહેવું મહત્વપૂર્ણ છે'

સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, 'આપણે હંમેશા કોઈ પણ બાબતનો વ્યાપક દૃષ્ટિકોણ ધરાવવો જોઈએ, કારણ કે અડધા સત્યથી વધુ જોખમી કંઈ જ નથી.'

બોલિવૂડ સ્ટાર્સે #IndiaTogether #IndiaAgainstPropaganda હેશટૅગથી સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી
બોલિવૂડ સ્ટાર્સે #IndiaTogether #IndiaAgainstPropaganda હેશટૅગથી સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી

કરન જોહરે કહ્યું હતું, 'અત્યારે આપણે મુશ્કેલ સમયમાં જીવીએ છીએ અને આ સમયે સમજદારી તથા ધીરજની જરૂર છે. ચાલો, આપણે બધા સાથે મળીને સમાધાન શોધવાનો પ્રયાસ કરીએ. ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે. આપણને કોઈ અલગ ના કરી શકે.'

એકતા કપૂરે કહ્યું હતું, 'પ્રૉપગૅન્ડા સામે એક થઈએ. આપણે સાથે મળીને કરી શકીશું.'

એકતા પણ વિદેશ મંત્રાલયની પોસ્ટ શૅર કરી હતી
એકતા પણ વિદેશ મંત્રાલયની પોસ્ટ શૅર કરી હતી
અનુપમ ખેરની સો.મીડિયા પોસ્ટ
અનુપમ ખેરની સો.મીડિયા પોસ્ટ

પંજાબી સિંગર ધામીએ અજય-સુનીલને આડેહાથ લીધા
પંજાબી સિંગર જેઝી ધામીએ અજય દેવગનની સો.મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'ચમચા. કમ્ફર્ટ ઝોનમાં બેસીને સો.મીડિયા પોસ્ટ કરવી એકદમ સરળ છે. એક દિવસ તારા ઘરના ઘરડાં લોકોને આટલી ઠંડીમાં મોકલી જો, તમને બધી જ ખબર પડી જશે કે તેઓ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. દુર્ભાગ્યે ગ્લોબલ સ્ટાર રિહાનાએ તમને બધાને જગાડવા પડ્યા. #shameonyoubollywood '

સિંગરે સુનીલ શેટ્ટીની સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'ઓહ.. હવે તમે આને પ્રૉપગૅન્ડા કહો છે, છેલ્લાં બે મહિનાથી ખેડૂતો ઠંડીમાં દિલ્હીના રસ્તા પર બેઠાં છે, હવે વિશ્વની નજર તેમના પર પડી છે અને તેઓ ખેડૂતોને સમર્થન આપી રહ્યાં છે તો તમને આ પ્રૉપગૅન્ડા લાગે છે. શરમ કરો તમે. નકલી હીરો.'

​​​રિહાનાએ શું કહ્યું?
32 વર્ષની પોપસ્ટાર રિહાના મૂળ વેસ્ટ ઈન્ડીઝના બારબાડોસની રહેવાસી છે. રિહાનાનું પૂરું નામ રોબિન રિહાના ફેન્ટી છે. તેના 90% મ્યુઝિક આલ્બમ હિટ રહ્યાં છે. હાલ તેની પાસે અમેરિકન નાગરિકતા છે. રિહાનાએ 2 ફેબ્રુઆરી, મંગળવારે ખેડૂત આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં #FarmersProtest ટેગ કરતાં લખ્યું હતું કે આપણે આ (ખેડૂત આંદોલન) વિશે ચર્ચા શા માટે નથી કરતા.

પોર્નસ્ટાર મિયાં ખલીફાએ સોશિયલ મીડિયા પર આંદોલન સાથે જોડાયેલો ફોટો શેર કરતાં લખ્યું છે કે ‘પેઈડ એક્ટર્સ, હૂહ?’કાસ્ટિંગ ડાયરેક્ટરનું કહેવું છે કે મને આશા છે કે અવૉર્ડ સેશન દરમિયાન અદેખાઈ નહીં કરવામાં આવે. હું ખેડૂતો સાથે ઊભી છું.'

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો