સો.મીડિયા વૉર:ખેડૂત આંદોલન મુદ્દે કંગના-દિલજીત ગાળાગાળી પર ઊતરી આવ્યાં, એક્ટ્રેસના સો.મીડિયા અકાઉન્ટને સસ્પેન્ડ કરવા હાઈકોર્ટમાં અરજી

મુંબઈ2 વર્ષ પહેલા

કંગના રનૌતે ખેડૂત આંદોલન પર એક પોસ્ટ કરી હતી. કંગનાએ શાહીન બાગ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર બિલકિસ બાનોએ ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હોવા અંગે પોસ્ટ કરી હતી. જોકે, કંગનાએ જે તસવીર શૅર કરી હતી, તે બિલકિલ બાનોની નહોતી અને ત્યારબાદ કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. જોકે, કંગનાની આ પોસ્ટ પર પંજાબી કલાકારો આક્રોશમાં છે. સિંગર જસબીર જસ્સી, હિમાંશી ખુરાના બાદ હવે દિલજીત દોસાંજે કંગનાને મણ મણની ચોપડાવી હતી, તો સામે કંગનાએ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને દિલજીતને ખખડાવી નાખ્યો હતો. એક તબક્કે બંને એકબીજા સામે ગાળાગાળી પર ઊતરી આવ્યાં હતાં.

કંગનાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે
કંગના પોતાના સોશિયલ મીડિયામાં અવાર-નવાર બોલિવૂડ સેલેબ્સને આડે હાથ લેતી હોય છે. આ ઉપરાંત તે બેફામ નિવેદનો આપતી હોય છે. આ વાતને ધ્યાનમાં લઈ બોમ્બે હાઈકોર્ટમાં તેના સોશિયલ મીડિયા અકાઉન્ટને સસ્પેન્ડ કરવા માટે અરજી કરવામાં આવી છે.એક્ટ્રેસ બિદિતા બાગે સોશિયલ મીડિયાને ફરિયાદ કરીને કંગનાનું અકાઉન્ટ બંધ કરવામાં આવે તેવી પોસ્ટ કરી હતી.

કંગના-દિલજીતે સોશિયલ મીડિયામાં એક પછી એક પોસ્ટ કરી
કંગનાએ દિલજીતને સંબોધીને કહ્યું હતું, 'ઓ કરન જોહરના પાલતુ, શાહીન બાગમાં જે બિલકિસ બાનો દાદીજી વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યાં હતાં, તે જ દાદી ખેડૂત આંદોલનમાં દેખાવો કરતાં જોવા મળ્યાં હતા. મહિન્દર કૌરજીને હું તો ઓળખતી પણ નથી. તમે લોકોએ શું નાટક ચાલુ રાખ્યા છે? બંધ કરો આ બધું.'

અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, 'એ ગીધડાંઓ સાંભળો... મારા મૌનને મારી નબળાઈ ના સમજો. હું જોઉં છું કે તમે કેવી રીતે નિર્દોષોને ખોટું બોલીને ઉશ્કેરો છો અને પછી તેમનો ઉપયોગ કરો છો. જેવી રીતે શાહીન બાગનું સત્ય સામે આવ્યું તે જ રીતે આ આંદોલનનું પણ સત્ય સામે આવશે. પછી હું એક મસ્ત સ્પીચ લખીશ અને તમારા ચહેરા કાળા પડી જશે.'

કંગનાની આ રીતની પોસ્ટ જોઈને દિલજીતથી પણ રહેવાયું નહીં અને તેણે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાની પોસ્ટ પંજાબીમાં લખી હતી.

દિલજીતે કહ્યું હતું, 'અરે, તો તે જેટલા લોકો સાથે કામ કર્યું તો તું એ બધાની પાલતુ છે? તો તો પછી તારા માલિકોની યાદી બહુ લાંબી થઈ જશે. આ બોલિવૂડ નથી, પંજાબ છે. ખોટું બોલીને તેમની લાગણી સાથે રમવાનું બંધ કર.'

વધુમાં દિલજીતે કહ્યું હતું, 'હું બોલિવૂડનો નથી પરંતુ પંજાબનો છું. હું બોલિવૂડમાં સંઘર્ષ નથી કરતો મેડમ. બોલિવૂડવાળા જ મને કહે છે કે સર અમારી ફિલ્મમાં કામ કરો.'

કંગના-દિલજીત સોશિયલ મીડિયામાં આમને-સામને

અન્ય એક પોસ્ટમાં દિલજીતે કહ્યું હતું, 'બોલવામાં તો તમીઝ છે નહીં. કોઈની માતા કે બહેનને આવું કેવી રીતે કહી શકાય. તું પોતે એક સ્ત્રી છો અને અન્ય સ્ત્રીને 100-100 રૂપિયાવાળી કહે છે. અમારા માટે પંજાબની માતાઓ ભગવાન સમાન છે. પંજાબી લખ્યું છે તેનું ગૂગલ કરી દેજે.'

કંગનાને ટાર્ગેટ કરતી દિલજીતની પોસ્ટ
કંગનાને ટાર્ગેટ કરતી દિલજીતની પોસ્ટ
કંગનાએ દિલજીતને જવાબ આપ્યો
કંગનાએ દિલજીતને જવાબ આપ્યો
કંગનાએ ફરી એકવાર શાહીન બાગ તથા ખેડૂત આંદોલનની વાત કરી હતી
કંગનાએ ફરી એકવાર શાહીન બાગ તથા ખેડૂત આંદોલનની વાત કરી હતી

વકીલે કહ્યું, 'કંગના સાત દિવસની અંદર માફી માગે નહીંતર કેસ માટે તૈયાર રહે'
આ પહેલાં કંગનાની પોસ્ટના સંદર્ભે પંજા એન્ડ હરિયાણા હાઈકોર્ટ ચંદીગઢના સીનિયર વકીલ તથા એક્ટિવિસ્ટ હાકમ સિંહે એક્ટ્રેસને લીગલ નોટિસ મોકલી હતી. હાકમ સિંહે પોતાની નોટિસમાં કહ્યું હતું કે અભિવ્યક્તિ દરેક વ્યક્તિ વિશેષનો બંધારણીય હક છે. કંગનાએ પોતાની કમેન્ટને કારણે માત્ર દાદી જ નહીં દેશભરની મહિલાઓનું અપમાન કર્યું છે. આથી તમારે માફી માગવી પડશે. હાકમ સિંહે આ નોટિસમાં કંગનાને સાત દિવસની અંદર માફી માગવાનું કહ્યું છે. જો તે આમ નહીં કરે તો તેની પર માનહાનિનો કેસ કરવામાં આવશે, તેમ કહ્યું હતું.

કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી
કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી