ટ્રોલિંગ:ગર્લફ્રેન્ડ શિબાની સાથે દિવાળી પૂજા કરીને ફરહાન અખ્તર ખરાબ રીતે ટ્રોલ થયો, ટ્રોલર્સે કહ્યું- 'તુ ખાલી નામનો મુસ્લિમ છે'

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા ટ્રોલર્સે તેના ધર્મ પર સવાલ ઉઠાવ્યા છે

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે દિવાળીના ખાસ પ્રસંગે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તેમાં એક્ટર દિવાળી પૂજામાં સામેલ થઈને ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરને તિલક લગાવતો જોવા મળી રહ્યો છે. એક્ટરની તસવીર સામે આવતા જ ઘણા મુસ્લિમ યુઝર, ફરહાનને દિવાળી પૂજા કરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે. ઘણા ટ્રોલર્સે તેના ધર્મ પર સવાલ ઉઠાવ્યા છે.

એક યુઝરે ફરહાનને ટ્રોલ કરતા લખ્યું, અત્યારે તાજેતરમાં રબીઉલ અવ્વલ ગઈ, તેની કોઈ પોસ્ટ નથી. બીજાએ કહ્યું, જે અલ્લાહનો નથી થયો તે માણસનો શું થવાનો. એક ટ્રોલરે ફરહાનના ધર્મ પર સવાલ ઉઠાવતા લખ્યું કે, ફરહાન હિન્દુ છે કે મુસ્લિમ.

એક યુઝરે ટ્રોલ કરતા લખ્યું, નામનો મુસલમાન છે તુ. બીજા યુઝરે લખ્યું, તુ મુસ્લિમ છે, આ શું કરી રહ્યો છે.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. છેલ્લા ઘણા મહિનાથી બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે, જો કે, કપલ આ સમાચાર પર મગનું નામ મરી નથી પાડી રહ્યું. વર્કફ્રન્ટની વાત કરીએ તો ફરહાન ટૂંક સમયમાં આલિયા ભટ્ટ, કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સ્ટારર ‘જી લે જરા’ લઈને આવી રહ્યો છે.