બોલિવૂડમાં વધુ એક લગ્ન:47 વર્ષીય ફરહાન અખ્તર લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ શિબાની સાથે મુંબઈમાં લગ્ન કરશે

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિબાની તથા ફરહાન માર્ચ, 2022માં ફાઇવ સ્ટાર હોટલમાં લગ્ન કરશે
  • ફરહાન અખ્તરના આ બીજા લગ્ન છે

47 વર્ષીય બોલિવૂડ એક્ટર-પ્રોડ્યૂસર-ડિરેક્ટર ફરહાન અખ્તર પોતાનાથી છ વર્ષ નાની શિબાની દાંડેકરને લાંબા સમયથી ડેટ કરે છે. હવે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફરહાન તથા શિબાની માર્ચ 2022માં વેડિંગ કરવાના છે. ડિસેમ્બર, 2021ના રોજ કેટરીના તથા વિકીએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.

કોરોનાને કારણે ગ્રાન્ડ વેડિંગ નહીં કરે
વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, ફરહાન તથા શિબાની ગ્રાન્ડ વેડિંગ પ્લાન કરી રહ્યા હતા. જોકે, મુંબઈમાં કોરોનાના કેસ વધતા તેમણે લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રોને જ આમંત્રણ આપવાનું નક્કી કર્યું છે.

2018માં ફરહાન તથા શિબાનીએ દીપિકા-રણવીરના વેડિંગ રિસેપ્શનમાં પહેલી જ વાર સાથે જોવા મળ્યા હતા
2018માં ફરહાન તથા શિબાનીએ દીપિકા-રણવીરના વેડિંગ રિસેપ્શનમાં પહેલી જ વાર સાથે જોવા મળ્યા હતા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફરહાન તથા શિબાની લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે અને હવે તેઓ લગ્નમાં વધુ મોડું કરવા માગતા નથી. કોરોનાના કેસ વધતા તેમણે ગ્રાન્ડ વેડિંગનો પ્લાન પડતો મૂક્યો છે.

ફાઇવ સ્ટાર હોટલમાં લગ્ન
શિબાની તથા ફરહાને વેડિંગ માટે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલ બુક કરી લીધી છે. લગ્નની મોટાભાગની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.

ફરહાન તથા શિબાની લિવ-ઇનમાં રહે છે
ફરહાન તથા શિબાની લિવ-ઇનમાં રહે છે

સબ્યાસાચીના આઉટફિટ પહેરશે
શિબાની તથા ફરહાન પણ લગ્નમાં ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેરશે. તેમણે લગ્ન માટે પેસ્ટલ કલર્સના આઉટફિટ પસંદ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ફરહાન તથા શિબાની છેલ્લાં ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. શિબાનીએ ફરહાનના નામનું ટેટુ પણ બનાવ્યું છે.

ફરહાન અખ્તર પહેલી પત્ની તથા બે દીકરીઓ સાથે
ફરહાન અખ્તર પહેલી પત્ની તથા બે દીકરીઓ સાથે

ફરહાનના બીજા લગ્ન
ફરહાને વર્ષ 2000માં અધુના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે દીકરીઓ શાક્યા અખ્તર તથા અકીરા અખ્તર છે. વર્ષ 2016માં ફરહાન તથા અધુનાએ ડિવોર્સ લીધા હતા. દીકરીઓની કસ્ટડી અધુનાને મળી હતી. ડિવોર્સ બાદ ફરહાનના સંબંધો શિબાની સાથે બંધાયા હતા. હવે ફરહાન મોડલ શિબાની સાથે બીજા લગ્ન કરવાનો છે.