ગજ્જબનું ટ્રાન્સફોર્મેશન:એક સમયે ગોળમટોળ લાગતો ફરદીન ખાન હવે એકદમ પાતળો લાગ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • ફરદીન ખાન ઈદ પાર્ટીમાં જોવા મળ્યો હતો

48 વર્ષીય ફરદીન ખાન લાંબા સમયથી બોલિવૂડમાંથી ગાયબ છે. એક સમય હતો, જ્યારે ફરદીન ખાન એકદમ ગોળમટોળ થઈ ગયો હતો. જોકે પછી તેને પોતાની ફિટનેસ પર ફોકસ કર્યું અને હવે પોતાના જૂના લુકમાં પાછો આવી ગયો છે. ચોકલેટી હીરો ફરદીન ખાન હવે ફરી એકવાર સ્લિમ લુકમાં જોવા મળ્યો હતો.

પાર્ટીમાં જોવા મળ્યો
ફરદીન ખાન એક્ટ્રેસ હુમા કુરૈશીની ઈદ પાર્ટીમાં આવ્યો હતો. ઈદ પાર્ટીમાં જ્યારે તેની એન્ટ્રી થઈ ત્યારે તમામ કેમેરા તેની તરફ જ હતા. સો.મીડિયામાં તેના ન્યૂ લુકની તસવીરો ને વીડિયો વાઇરલ થયાં છે. ફરદીનને એકદમ સ્લિમ લુકમાં જોઈને ચાહકો પણ ફિદા થઈ ગયા છે. ફરદીન ખાન બ્લેક એન્ડ વ્હાઇટમાં હતો.

ચાહકોએ કમેન્ટ્સ કરી
ફરદીન ખાનને નવા લુકમાં જોતાં જ એક ચાહકે કહ્યું હતું, 'આ તો મારો નાનપણનો પ્રેમ છે.' અન્ય એકે કહ્યું હતું, 'આ મારો ક્રશ છે, ક્યાં છે આજકાલ.'

'નો એન્ટ્રી 2'માં જોવા મળશે
ફરદીન ખાન લાંબા સમય બાદ બોલિવૂડમાં જોવા મળશે. તે સલમાન ખાન, અનિલ કપૂર સાથે ફિલ્મ 'નો એન્ટ્રી 2'માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત ફરદીન એક્ટર રિતેશ દેશમુખની ફિલ્મ 'વિસ્ફોટ'માં પણ જોવા મળશે.

ગયા વર્ષે ફરદીન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની વર્સોવા ઓફિસની બહાર સ્પોટ થયો હતો એ સમયની તસવીર.
ગયા વર્ષે ફરદીન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની વર્સોવા ઓફિસની બહાર સ્પોટ થયો હતો એ સમયની તસવીર.

10 વર્ષથી બોલિવૂડથી દૂર
સ્વ. ફિરોઝ ખાનનો દીકરો ફરદીન ખાન છેલ્લે 2010માં 'દુલ્હા મિલ ગયા'માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તે બોલિવૂડ છોડીને લંડનમાં સેટલ થઈ ગયો હતો. જોકે તે અવાર-નવાર લંડનથી મુંબઈ આવતો રહેતો હતો. ફરદીને 24ની ઉંમરમાં 1998માં ફિલ્મ 'પ્રેમ અગન'થી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ 'જંગલ', 'પ્યાર તૂને ક્યા કિયા', 'હમ હો ગયે આપકે', 'ખુશી', 'દેવ', 'પ્યાર મોહન', 'લાઈફ પાર્ટનર' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

2016માં ટ્રોલ થયો હતો
2016માં ફરદીન ખાન જ્યારે મુંબઈ આવ્યો ત્યારે ઘણો જ જાડો લાગતો હતો. આટલું જ નહીં સોશિયલ મીડિયામાં ફરદીન ખાનની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. ત્યાર બાદ તેણે ફેસબુક પર એક પોસ્ટ લખીને ટ્રોલર્સને જવાબ આપ્યો હતો.

ફરદીન ખાન પરિવાર સાથે.
ફરદીન ખાન પરિવાર સાથે.

2017માં બીજીવાર પિતા બન્યો હતો
2017માં ફરદીનની પત્ની નતાશાએ દીકરા અઝરૂઈસને જન્મ આપ્યો હતો. ફરદીન ખાને 2005માં જાણીતી એક્ટ્રેસ મુમતાઝની દીકરી નતાશા માધવાણી સાથે લગ્ન કર્યા હતા. ફરદીન તથા નતાશાને એક પુત્ર તથા દીકરી દિયાની છે.