તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડથી કેમ દૂર રહ્યો?:એક દાયકાથી ફિલ્મથી દૂર રહેલા ફરદીન ખાને કહ્યું, પેરેન્ટ્સ બનવામાં અડચણો આવતી હતી, પત્ની સાથે લંડન જવું પડતું હતું

મુંબઈ4 મહિનો પહેલા

ફરદીન ખાન હાલમાં પોતાના ઘટેલા વજનને કારણે ચર્ચામાં છે. તેણે 18 કિલો વજન ઘટાડ્યું છે અને ફિલ્મમાં કમબેક કરવા માટે તૈયાર છે. 46 વર્ષીય ફરદીન છેલ્લે 2010માં આવેલી ફિલ્મ 'દુલ્હા મિલ ગયા'માં જોવા મળ્યો હતો. ફરદીનના મતે, પેરેન્ટ્સ બનવામાં અડચણોનો સામનો કરવો પડ્યો અને તેને કારણે તેણે ફિલ્મમાંથી લાંબો બ્રેક લીધો હતો.

વિચાર્યું નહોતું કે આટલો સમય પસાર થઈ જશે
બોલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, ફરદીને કહ્યું હતું, 'આવું કોઈ પ્લાનિંગ નહોતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આટલો સમય પસાર થઈ જશે, પરંતુ થઈ ગયો. શરૂઆતમાં મારી પત્ની નતાશા અને હું લંડન ગયા હતા, કારણ કે અમે પેરેન્ટ્સ બનવા માટે કેટલીક અડચણોનો સામનો કરતાં હતાં.'

લાંબે સમયે જોવા મળેલો ફરદીન ખાન એકદમ ફિટ લાગ્યો, એક સમયે વધેલા વજનને કારણે મજાક ઊડી હતી

વધુમાં ફરદીને કહ્યું, 'ફાઈનલી, 2013માં દીકરીનો જન્મ થયો અને ચાર વર્ષ પછી દીકરાનો. દરેક વખતે ખુશીઓનું એક બંડલ અમારા જીવનને સંભાળતું હતું. મને ખ્યાલ જ ના આવ્યો કે ક્યારે અને કેવી રીતે આટલો સમય પસાર થઈ ગયો. હું મુંબઈ-લંડન વચ્ચે અપડાઉન કરતો હતો, કારણ કે અમે IVFની પસંદગી કરી હતી. મારી પત્ની માટે આ સરળ નહોતું. મારે તેની સાથે રહેવું પડતું હતું.'

આ રીતે વજન ઘટાડ્યું
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ફરદીને કહ્યું હતું કે તે જે ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે, ત્યાં સારા દેખાવની અપેક્ષા છે. હેલ્થી ફૂડની સાથે વર્કઆઉટ કરવાથી બીજીવાર ફિટ થઈ શક્યો. તે ફિઝિકલી 25નો હોય તેમ તેને લાગે છે. તમે જેમ જેમ મોટા થાવ તેમ તેમ બોડી ડાઉનફોલ થાય છે. આ અંગે વિચારવામાં બોડી તથા માઈન્ડના કનેક્શનની જરૂર હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો