તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:ફરાહ ખાનનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ, વીડિયોમાં બતાવ્યું સૌથી વધુ કોણ ખુશ થયું

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય કોરિયોગ્રાફર તથા ડિરેક્ટર ફરાહન ખાનનો 11 દિવસ બાદ કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફરાહે સો.મીડિયામાં પોઝિટિવ હોવાની જાણ કરીને સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી. હવે ફરાહે કહ્યું હતું કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ઘરમાં સૌથી વધારે ખુશ કોણ છે.

ફરાહ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેનો પાલતુ ડોગી સ્મૂચી જોવા મળે છે. આ સાથે જ તેણે કહ્યું હતું, 'જુઓ મારો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સૌથી વધુ ઉત્સાહી કોણ છે?'

વેક્સિનના બંને ડોઝ લગાવ્યા છતાં પોઝિટિવ થઈ હતી
ફરાહ ખાને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કહ્યું હતું, 'મને લાગે છે કે મને આ થયું, કારણ કે મેં કાળું ટીલું કર્યું નહોતું. ડબલ વેક્સિનેટેડ હોવા છતાં અને મોટાભાગે ડબલ વેક્સિનેટેડ લોકો સાથે કામ બાદ પણ હું કોવિડ પોઝિટિવ આવી છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમણે મેં આની જાણ પહેલાં જ કરી દીધી છે. જો હું કોઈને કહેવાનું ભૂલી ગઈ હોઉં (વધતી ઉંમર ને યાદશક્તિ નબળી પડવાને કારણે) તો પ્લીઝ તમારો ટેસ્ટ કરાવી લેજો. જલ્દીથી ઠીક થઈ જઈશ તેવી આશા.'

કોરિયોગ્રાફર ફરાહ ખાન હાલમાં જ 'કેબીસી 13'માં દીપિકા પાદુકોણ સાથે જોવા મળી હતી. આ શોનું શૂટિંગ ફરાહે પોઝિટિવ આવ્યા પહેલાં કર્યું હતું. આ સાથે જ ફરાહ 'સુપર ડાન્સર ચેપ્ટર 4'માં પણ આવી હતી.