બોલિવૂડ એક્ટર રણબીર કપૂરનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં ચાહકો સેલેબ્સને ફુટબોલ રમતા પહેલાં ચિઅર કરતાં જોવા મળે છે. રણબીર ફુટબોલનો શોખીન છે.
સેલેબ્સ ફુટબોલ રમ્યા
દુબઈમાં સેલિબ્રિટિઝ ફુટબોલ કપ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. એક જ ટીમમાં કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન, રણબીર કપૂર હતા. આ ઉપરાંત ડીનો મોરેયા, કરન વાહી, ડિરેક્ટર શૂજિત સરકાર પણ હતા. વીડિયોમાં ટીમના મેમ્બર્સ એક લાઇનમાં ઊભા હતા.
રણબીરને જોતા જ ચાહકોએ ચિઅર કર્યું
રણબીર કપૂર જ્યારે મેદાનમાં આવે છે, જ્યારે એક ચાહકે કહ્યું હતું, 'રણબીર આઇ લવ યુ.' ત્યારબાદ રણબીર કપૂર પાછળ ફરીને જુએ છે, આંખ મારે છે. રણબીરની આ હરકત જોઈને ચાહકો ઘણાં જ ખુશ થઈ ગયા હતા.
રણબીરે 8 નંબરનું રહસ્ય ખોલ્યું
રણબીરે સેલિબ્રિટી ફુટબોલ કપ 2022ની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેને 8 નંબર સાથે ખાસ લગાવ છે, કારણ કે આ નંબર તેની માતા સાથે કનેક્ટેડ છે. રણબીર હાલમાં દુંબઈમાં ફુટબોલ મેચમાં સામેલ થયો હતો. રણબીરની ફુટબોલ જર્સી તથા આલિયા ભટ્ટની વેડિંગ જ્વેલરી તથા મહેંદી ડિઝાઇનમાં પણ આઠનું કનેક્શન જોવા મળ્યું હતું.
રણબીર-આલિયાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર તથા આલિયા પહેલી જ વાર 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. રણબીર ફિલ્મ 'એનીમલ' તથા 'શમશેરા'માં જોવા મલળે. આલિયા 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની' તથા હોલિવૂડ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.