વાઇરલ વીડિયો:કાર્તિક આર્યનને ઇકોનોમી ક્લાસમાં જોતાં ચાહકોને નવાઈ લાગી, ફ્લાઇટમાં તાળીઓથી સ્વાગત કર્યું

મુંબઈ10 દિવસ પહેલા

હાલમાં કાર્તિક આર્યન ચાહકોના દિલોદિમાગમાં છવાયેલો છે. કાર્તિક આર્યન જ્યાં પણ જાય છે ત્યાં ચાહકોની ભારે ભીડ જોવા મળે છે. તાજેતરમાં જ કાર્તિક આર્યન મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો, ત્યારે નાનકડો ચાહક તેને જોઈને રડવા લાગ્યો હતો. કાર્તિક આર્યન તરત જ તેની પાસે પહોંચી ગયો હતો. હવે તેનો એક વીડિયો વાઇરલ થયો છે. કાર્તિક જોધપુરથી મુંબઈ માટે ઇકોનોમી ક્લાસમાં સફર કરતો જોવા મળ્યો હતો.

ચાહકોએ જોરદાર સ્વાગત કર્યું
કાર્તિક આર્યન જ્યારે ફ્લાઇટમાં આવ્યો ત્યારે મુસાફરોએ તેનું તાળીઓથી સ્વાગત કર્યું હતું. કાર્તિક પણ મુસાફરોને મળ્યો હતો અને ફોટો ક્લિક કરાવ્યા હતા. યાત્રીઓએ કાર્તિક આર્યન સાથે વીડિયો પણ બનાવ્યો હતો.

કાર્તિક આર્યન શાંતિથી ફ્લાઇટમાં બેઠો હતો
વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાર્તિક ફ્લાઇટમાં શાંતિથી બેઠો છે. ત્યારે કોઈને ખબર પડી છે કે ફ્લાઇટમાં કાર્તિક છે. ત્યાર બાદ બધા જ લોકો તેની તરફ જોવા લાગે છે અને ખુશ થઈ જાય છે. મુસાફરો કાર્તિક આર્યનની તસવીરો ક્લિક કરવા લાગે છે. એક્ટર પણ ઊભા થઈને ચાહકો સાથે હાથ મિલાવે છે. ઉલ્લેખનીય છે કે 'ભુલભુલૈયા 2'ના પ્રમોશન દરમિયાન પણ કાર્તિકે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી.

કાર્તિકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ભલે લક્ઝુરિયસ લાઇફ જીવે, પરંતુ આજે પણ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે. કાર્તિક આર્યન અવારનવાર રોડ સાઇડ સ્ટ્રીટ ફૂડ ખાતો જોવા મળે છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક ફિલ્મ 'ફ્રેડી', 'શહઝાદા' તથા 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...