વાઇરલ વીડિયો:વિજય દેવરાકોંડાને જોતાં જ ચાહકો બેકાબૂ થયા, ઇવેન્ટ અધવચ્ચે પડતી મૂકવી પડી

પટના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડાં દિવસ પહેલાં જ તેલુગુ એક્ટર વિજય દેવરાકોંડાની મુંબઈમાં એક ઇવેન્ટ કેન્સલ કરવી પડી હતી. ચાહકોની મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં કે તેમને સંભાળવા મુશ્કેલ બની ગયા હતા. હવે વિજય દેવરાકોંડા 'લાઇગર'ના પ્રમોશન માટે બિહાર ગયો હતો. જોકે, અહીંયા પણ એટલી ભીડ હતી કે તે કાબૂમાં રાખવી શક્ય નહોતી. ફરી એકવાર વિજયે ઇવેન્ટ કેન્સલ કરી અને તે જતો રહ્યો હતો. ઇવેન્ટના વીડિયો ને તસવીરો વાઇરલ થઈ છે.

પટનામાં ફિલ્મનું પ્રમોશન કર્યું
શનિવાર, 6 ઓગસ્ટના રોજ વિજય દેવરાકોંડાએ બિહારની રાજધાન પટનામાં ફિલ્મ 'લાઇગર'નું પ્રમોશન કર્યું હતું. વિજય દેવરાકોંડા ચાની દુકાને ચા પીવા પણ ગયો હતો. ત્યારબાદ તે પટનાની કોલેજ આવ્યો હતો. અહીંયા ચાહકો તથા વિદ્યાર્થીઓની ભીડ અપેક્ષા કરતાં બેગણી વધી ગઈ હતી. સુરક્ષાને જોતાં વિજય દેવરોકાંડાએ ઇવેન્ટ અધવચ્ચે જ કેન્સલ કરવી પડી હતી.

ભીડને સંભાળવી મુશ્કેલ હતી
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં ઉત્સાહી ચાહકો જોવા મળે છે. સુરક્ષાકર્મીઓ ચાહકોને કાબૂમાં રાખી શકતા નહોતા. આ જ કારણે એક્ટર અધવચ્ચેથી જ નીકળી ગયો હતો.

વિજયે પટનાના ચાહકોને શું કહ્યું?
આ ઇવેન્ટનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં વિજય પોતાના ચાહકોને કહે છે કે તે તેમને ઘણો જ પ્રેમ કરે છે .

25 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે
'લાઇગર' ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા ઉપરાંત અનન્યા પાંડે છે. ફિલ્મને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી છે. ફિલ્મ હિંદી, તમિળ, કન્નડ, મલયાલમ તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.