વાઇરલ:ઈબ્રાહિમ અલી ખાનને જોતા જ ચાહકો 'આર્યન આર્યન'ની બૂમો પાડવા લાગ્યા, સૈફનો દીકરો હસી હસીને બેવડ વળી ગયો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૈફ અલી ખાન તથા અમૃતા સિંહનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન સ્ટાર કિડ છે. આ જ કારણે તે જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે મીડિયા તેને ઘેરી લેતું હોય છે. ચાહકો તેની સાથે સેલ્ફી લેવા ઉત્સુક હોય છે. હાલમાં જ ઈબ્રાહિમ અલી ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કેટલાંક લોકો ઈબ્રાહિમ ખાનને 'આર્યન' કહીને બોલાવતા હોય છે. આ સમયે સૈફના દીકરાનું રિએક્શન જોવાલાયક હતું.

કેમેરામેને હાથ પકડીને ખેંચ્યો
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે ઈબ્રાહિમ અલી ખાન કારમાં બેસવા જતો હોય છે. તે ચારેબાજુથી ચાહકો ને ફોટોગ્રાફર્સથી ઘેરાયેલો હોય છે. આ દરમિયાન એક કેમેરામેન ઈબ્રાહિમનો હાથ પકડીને ખેંચવાનો પ્રયાસ કરે છે. જોકે, ઈબ્રાહિમ કંઈ પણ રિએક્ટ કરતો નથી અને કારમાં બેસી જાય છે. આ દરમિયાન ઘણાં લોકો ઈબ્રાહિમને 'આર્યન'ના નામની બૂમો પાડે છે. આ સાંભળીને ઈબ્રાહિમ અને તેનો મિત્ર જોર જોરથી હસવા લાગે છે.

ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરશે
ઈબ્રાહિમ અલી ખાન પેરેન્ટ્સના પગલે બોલિવૂડમાં કરિયર બનાવવાનો છે. ઈબ્રાહિમ ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરશે. ઈબ્રાહિમની બહેન સારા અલી ખાન લોકપ્રિય એક્ટ્રેસ છે. ઈબ્રાહિમે ધીરુભાઈ અંબાણીમાંથી સ્કૂલિંગ કર્યું છે અને આગળનો અભ્યાસ ઇંગ્લેન્ડમાંથી કર્યો છે.

આર્યન ખાન બોલિવૂડ સ્ટાર શાહરુખનો દીકરો
શાહરુખ તથા ગૌરીનો મોટો દીકરો આર્યન ખાન છે. આર્યન ખાન પણ ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરવાનો છે. આર્યન એક્ટર તરીકે નહીં, પરંતુ ડિરેક્ટર-રાઇટર તરીકે જોવા મળશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પ્રોજેક્ટને લખવાની સાથે સાથે આર્યન ડિરેક્ટર તરીકે પણ કામ કરી રહ્યો છે. શુક્રવાર-શનિવાર (8-9 એપ્રિલ)ના રોજ ટેસ્ટ શૂટ કરવામાં આવ્યું હતું. શૂટિંગ શરૂ થાય તે પહેલાં આર્યન તમામ ક્રૂ મેમ્બર્સને ભેગા કરીને સિરીઝ અંગે વાત કરવા માગતો હતો. તે આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટ અંગે ઘણો જ ઉત્સાહી છે. તેણે પ્રી પ્રોડક્શનનું કામ પણ પૂરું કર્યું છે. ટૂંક સમયમાં શૂટિંગ ડેટ્સની જાહેરાત કરવામાં આવશે.

NCBએ ધરપકડ કરી હતી
ગયા વર્ષે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાનની ધરપકડ કરી હતી. 22 કલાકની પૂછપરછ બાદ આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા.