શાહરુખનો દીકરો નોરાને ડેટ કરે છે?:બંનેની સામે આવેલી તસવીર જોઈને ચાહકોએ ડેટિંગ કરતા હોવાની અટકળો કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન તથા નોરા ફતેહી પોતાના રુમર્ડ રિલેશનશિપને કારણે હાલમાં ચર્ચામાં છે. આર્યન તથા નોરા બંને દુબઈમાં છે. બંનેની કોમન લોકો સાથેની તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીર જોયા બાદ ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરે છે અને ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે દુબઈ ગયા છે. આર્યન ખાન 25 વર્ષનો છે અને નોરા ફતેહી 30 વર્ષની છે. નોરા બોલિવૂડમાં પોતાના ડાન્સને કારણે જાણીતી છે.

આર્યન-નોરાની સાથે હોય તેવી એક પણ તસવીર સામે આવી નથી
આર્યન ખાન તથા નોરા ફતેહી તસવીરમાં એક જ જગ્યાએ જોવા મળ્યા છે. ફોટોનું બેકગ્રાઉન્ડ એક જેવું છે. તેમની સાથે રહેલી ચાકહ પણ એક જ છે. જોકે, આર્યન તથા નોરા સાથે હોય તેવી એક પણ તસવીર નથી.

સો.મીડિયા યુઝર્સે શું કહ્યું?
નોરા તથા આર્યનની આ તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે. એક યુઝરે કહ્યું હતું કે હવે અનન્યા પાંડેનું શું થશે? કેટલાક યુઝર્સે કહ્યું હતું કે બંનેની એક જ ફેન સાથે તસવીર છે એનો અર્થ એવો નહીં કે બંને એકબીજાને ડેટ કરે છે.

આર્યન ફિલ્મ ડિરેક્ટ કરશે
આર્યન ખાને હાલમાં જ પોતાના પહેલા પ્રોજેક્ટ અંગેની જાહેરાત કરી હતી. તેણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું તે ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરશે. તેના પ્રોજેક્ટનું રાઇટિંગનું કામ પૂરું થવા આવ્યું છે અને ફિલ્મ રેડ ચિલીઝ બેનર હેઠળ બનશે.

ભારતમાં દારૂ વેચશે
આર્યને દુનિયાની સૌથી મોટી દારૂ કંપનીની સાથે હાથ મિલાવ્યા છે. આર્યન ખાનનો આ બિઝનેસ પાર્ટનરશિપમાં હશે અને તેણે આ અંગે વાત કરી હતી. આર્યન ખાનના પાર્ટનર બંટી સિંહ તથા લેટી બ્લાગોએવા આ ત્રણેય સાથે મળીને પ્રીમિયમ વોડકા બ્રાન્ડ ડાયવોલ (D'Yavol) લાવશે અને પછી પોતાની આ બ્રાન્ડનું બ્રાઉન સ્પિરિટ માર્કેટમાં લાવશે. ત્રણેયે સાથે મળીને સ્લેબ વેન્ચર નામની કંપની લૉન્ચ કરી છે. તેમણે ડિસ્ટ્રીબ્યૂશન તથા માર્કેટિંગ માટે દુનિયાની સૌથી મોટી કંપની Anheuser-Busch InBev (AB InBev)ની લોકલ બ્રાન્ચ સાથે કરાર કર્યો છે.

આર્યન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, આના માટે પાંચ વર્ષનો સમય થયો. ફાઇનલી D'Yavol અહીંયા છે.
આર્યન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, આના માટે પાંચ વર્ષનો સમય થયો. ફાઇનલી D'Yavol અહીંયા છે.

આર્યન ખાને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને લાગ્યું કે હાલની સ્પેસમાં એક ખાલીપણું છે અને જ્યાં ખાલીપણું હોય ત્યાં બિઝનેસની તક હોય છે. તે માને છે કે બિઝનેસ તક અંગે જ હોય છે. વધુમાં આર્યને કહ્યું હતું કે તે યુવાઓની માનસકિતાને સમજે છે. ભારતીય માર્કેટમાં હજી પણ વિકાસની ઘણી તકો છે. આવતા વર્ષે તેની કંપની વ્હિસ્કી તથા રમ જેવા બ્રાઉન સ્પિરિટ પણ લૉન્ચ કરશે.

આર્યન ખાન પોતાના બિઝનેસ પાર્ટનર્સને 2018માં જર્મનીમાં મળ્યો હતો. આ દરમિયાન તેમની વચ્ચે ભારતમાં આગામી સમયમાં લક્ઝુરી પ્રોડક્ટ તથા સેવા શરૂ કરવા અંગે ચર્ચા થઈ હતી. તેમણે વિચાર્યું કે આ ઘણી જ મોટી તક છે. ઉલ્લેખનીય છે કે આર્યને સાઉથ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

આર્યન ખાન પોતાના પાર્ટનર્સ સાથે.
આર્યન ખાન પોતાના પાર્ટનર્સ સાથે.

મહારાષ્ટ્ર-ગોવામાં પ્રીમિયમ બ્રાન્ડની વોડકા મળે છે
આર્યન ખાનના જણાવ્યા પ્રમાણે, પ્રીમિયમ વોડકા બ્રાન્ડ ડાયવોલ મહારાષ્ટ્ર તથા ગોવામાં મળે છે. ડાયવોલનો અર્થ શૈતાન થાય છે. મહારાષ્ટ્રમાં આ બ્રાન્ડ પાંચ હજાર રૂપિયામાં તથા ગોવામાં ચાર હજાર રૂપિયામાં મળે છે. હવે આ બ્રાન્ડ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ તથા તેલંગાના જેવા શહેરમાં પણ મળશે. આ બ્રાન્ડની સીધી સ્પર્ધા બકાર્ડી, ગ્રે ગૂઝ તથા LVMHના બેલવેડેર સાથે થશે.

NCBએ ધરપકડ કરી હતી
2021માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાનની ધરપકડ કરી હતી. 22 કલાકની પૂછપરછ બાદ આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...