કાર્તિક આર્યન સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ રહે છે. તે અપકમિંગ પ્રોજેક્ટ્સ તથા રૂટિન લાઇફ અંગે ચાહકોને અપડેટ આપતો હોય છે. હાલમાં જ કાર્તિકે એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો પર કમેન્ટ કરીને એક ચાહકે લગ્નની ઑફર કરી હતી. ફૅનની ઑફર પર કાર્તિકે રસપ્રદ જવાબ આપ્યો હતો.
લગ્ન કરી લો 20 કરોડ આપીશ
કાર્તિકે પોતાની નાનકડી ફૅન સાથેનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે બાળકી કાર્તિકની ફિલ્મ 'ધમાકા'નો એક સંવાદ બોલતી જોવા મળે છે. આ વીડિયો શૅર કરીને કાર્તિકે કહ્યું હતું, 'ક્યૂટેસ્ટ અર્જુન પાઠક.' આ વીડિયો પર ચાહકોએ અવનવી કમેન્ટ્સ કરી હતી. એક ચાહકે કમેન્ટ કરીને કહ્યું હતું, 'મારી સાથે લગ્ન કરી લો હું 20 કરોડ રૂપિયા આપીશ.' આના પર કાર્તિકે પણ મજાકમાં કહ્યું હતું, 'ક્યારે?'
કાર્તિકના અપકમિંગ પ્રોજેક્ટ્સ
વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન હાલમાં ફિલ્મ 'શહઝાદા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની તમિ ફિલ્મ 'અલા વૈકુંઠપુરમુલુ'ની હિંદી રીમેક છે. આ ફિલ્મને રોહિત ધવન ડિરેક્ટ કરે છે. ફિલ્મમાં પરેશ રાવલ, રોહિત બોસ, મનીષા કોઈરાલા છે. ફિલ્મ આ વર્ષે 4 નવેમ્બરે રિલીઝ થશે. કાર્તિક 'સત્યનારાયણ કી કથા', 'ફ્રેડી' તથા 'ભૂલ ભુલૈયા 2'માં કામ કરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.