બાલાસુબ્રહ્મણ્યમના અંતિમ સંસ્કાર:એસપીના પાર્થિવ શરીરને ફાર્મહાઉસ લઈ જવામાં આવ્યું ત્યારે ચાહકો ગાડીની પાછળ દોડવા લાગ્યા હતા, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

ચેન્નઈએક વર્ષ પહેલા

દિગ્ગજ સિંગર એસપી બાલાસુબ્રહ્મણ્યના અંતિમ સંસ્કાર ચેન્નઈમાં કરવામાં આવ્યા છે. તેમને પોલીસ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ગઈકાલે, 25 સપ્ટેમ્બરના રોજ એસપીનું ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. 74 વર્ષીય એસપી પાંચ ઓગસ્ટથી હોસ્પિટલમાં એડમિટ હતા અને કોવિડ 19ની સારવાર કરાવી રહ્યા હતા.

ફાર્મહાઉસમાં અંતિમ દર્શનાર્થે પાર્થિવ શરીર મૂકવામાં આવ્યું હતું
25 સપ્ટેમ્બરની સાંજે એસપીના પાર્થિવ શરીરને વેનથી તિરુવલ્લુર જિલ્લાના થમરાઈપક્કમસ્થિત તેમના રેડ હિલ્સ ફાર્મહાઉસમાં લઈ જવામાં આવ્યું હતું. આ દરમિયાન ચાહકોએ વેનનો પીછો કર્યો હતો. આથી જ વેનને સ્લો કરવી પડી હતી. આ પહેલાં નંગમબક્કમ નિવાસ પર એસપીના પરિવારના સભ્યોએ અંતિમ દર્શન કર્યા હતા.

ફ્યુનરલમાં ડિરેક્ટર ભારતીરાજા-વિજય જોવા મળ્યા
દિગ્ગજ ડિરેક્ટર ભારતીરાજા ફ્યુનરલમાં સામેલ થયા હતા. જાણીતા એક્ટર વિજયે પણ એસપીના અંતિમ દર્શન કર્યા હતા.

સાઉથ સ્ટાર વિજય અંતિમ દર્શનાર્થે આવ્યો હતો.
સાઉથ સ્ટાર વિજય અંતિમ દર્શનાર્થે આવ્યો હતો.
એસપીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ચાહકો ઊમટી પડ્યા હતા.
એસપીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ચાહકો ઊમટી પડ્યા હતા.
પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી હતી.
પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી હતી.
અંતિમ વિદાય સમયે ચાહકો ભાવુક બની ગયા હતા.
અંતિમ વિદાય સમયે ચાહકો ભાવુક બની ગયા હતા.
એસપીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
એસપીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
એસપીના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામમાં કરવામાં આવ્યા હતા.
એસપીના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામમાં કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...