SRK ઘરડો થઈ ગયો?:શાહરુખની લેટેસ્ટ તસવીરો જોઈને ચાહકોને આંચકો લાગ્યો: કોઈએ કહ્યું, ઉંમર દેખાય છે તો કોઈ બોલ્યું- ગંભીર રીતે બીમાર છે

મુંબઈ2 મહિનો પહેલા
  • શાહરુખ ખાનની લેટેસ્ટ તસવીરો સો.મીડિયામાં વાઇરલ

શાહરુખ ખાનને તાજેતરમાં જ ફ્રાંસના સર્વોચ્ચ અવોર્ડ 'લીજન ઓફ ઓનર'થી નવાજવામાં આવ્યો હતો. ફ્રાંસના વિદેશ મંત્રી લોરેન્ટે ત્રણ મેના રોજ શાહરુખ ખાનને મુંબઈમાં આ અવોર્ડ આપ્યો હતો. સો.મીડિયામાં શાહરુખ ખાનની ફ્રાંસના કોન્સ્યુલેટ્સ સાથેની મુલાકાતની તસવીરો વાઇરલ થઈ છે. જોકે, ચાહકોએ શાહરુખ ખાનને જોઈને આંચકો અનુભવ્યો છે. ચાહકોએ શાહરુખ ખાનની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાંક સો.મીડિયા યુઝર્સે કહ્યું હતું કે શાહરુખના ચહેરા પર હવે ઉંમર દેખાય છે.

મન્નતમાં મુલાકાત યોજાઈ હતી
શાહરુખ ખાન કેનેડા, ફ્રાંસ તથા અન્ય દેશોના કોન્સ્યુલેટ્સને મન્નતમાં મળ્યો હતો. સો.મીડિયામાં આ તસવીરો વાઇરલ થઈ છે.

વિવિદ દેશના કોન્સ્યુલ જનરલ સાથે શાહરુખ ખાન.
વિવિદ દેશના કોન્સ્યુલ જનરલ સાથે શાહરુખ ખાન.
કેનેડાના કોન્સ્યુલ જનરલ સાથે શાહરુખ ખાન.
કેનેડાના કોન્સ્યુલ જનરલ સાથે શાહરુખ ખાન.
એલેન જેમેલ સાથે શાહરુખ ખાન.
એલેન જેમેલ સાથે શાહરુખ ખાન.
ફ્રાંસના કોન્સ્યુલ જનરલ સાથે શાહરુખ ખાન.
ફ્રાંસના કોન્સ્યુલ જનરલ સાથે શાહરુખ ખાન.
ન્યૂઝીલેન્ડના ટ્રેડ કમિશ્નર સાથે શાહરુખ ખાન.
ન્યૂઝીલેન્ડના ટ્રેડ કમિશ્નર સાથે શાહરુખ ખાન.
ક્વિબેકના કોન્સ્યુલ જનરલ સાથે શાહરુખ ખાન.
ક્વિબેકના કોન્સ્યુલ જનરલ સાથે શાહરુખ ખાન.

ચાહકોએ ચિંતા વ્યક્ત કરી
શાહરુખ ખાનની આ તસવીરો વાઇરલ થતાં જ ચાહકોને આઘાત લાગ્યો છે. એક ચાહકે કહ્યું હતું, 'મને લાગે છે કે આપણે તેને ટ્રોલ કરવો જોઈએ નહીં, પરંતુ પ્રાર્થના કરવી જોઈએ. મને તેની ઘણી જ ચિંતા થાય છે. તે નક્કી કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.' અન્ય એકે કહ્યું હતું, 'તે ઘણો જ થાકેલો લાગે છે.' બીજા એકે કહ્યું હતું, 'હવે તેની ઉંમર દેખાય છે.'

બે વર્ષ બાદ ઈદ પર ચાહકોનું અભિવાદન કર્યું
કોરોનાને કારણે શાહરુખ ખાન બે વર્ષ સુધી ઈદ પર ચાહકોને મળ્યો નહોતો. આ વર્ષે ઈદ પર શાહરુખ ખાનના ઘર મન્નતની બહાર હજારો ચાહકો ભેગા થયા હતા. શાહરુખ મન્નતના ધાબે આવ્યો હતો અને ચાહકોનું અભિવાદન કર્યું હતું.

શાહરુખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આવતા વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મ 'પઠાન' રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા જ્હોન અબ્રાહમ છે. આ ઉપરાંત આવતા વર્ષે ડિસેમ્બરમાં શાહરુખ-રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ડંકી' રિલીઝ થશે. આ ફિલ્મમાં તાપસી પન્નુ છે.