તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશંસા:મહિમા ચૌધરીની દીકરીની સુંદરતા પર ચાહકો કાયલ, કહ્યું- મમ્મીની કાર્બન કોપી, બહુ જ સુંદર તથા ક્યૂટ છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

90ના દાયકાની પોપ્યુલર એક્ટ્રેસ તથા મોડલ મહિમા ચૌધરી હાલમાં જ પોતાની દીકરી એરિયાના સાથે મુંબઈમાં એક ક્લિનિકની બહાર જોવા મળી હતી. મહિમા તથા તેની દીકરીની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં વાઈરલ થયા છે. તસવીરોમાં મહિમા બ્લેક ડ્રેસ, કેપ તથા વ્હાઈટ સ્નીકર્સમાં જોવા મળી હતી. તો એરિયાના વ્હાઈટ ટીશર્ટ, કાર્ગો તથા વ્હાઈટ સ્નીકર્સમાં હતી.

બંને મા-દીકરી ઘણાં જ સુંદર લાગતા હતા. ચાહકોએ સો.મીડિયામાં રિએક્શન આપ્યું હતું. યુઝર્સ એરિયાનાની સુંદરતાના કાયલ થયા હતા. એક યુઝરે કહ્યું હતું, 'મમ્મીની કાર્બન કોપી, વેરી પ્રિટી એન્ડ ક્યૂટ.' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'કેટલી ક્યૂટ છે આ.' અન્ય યુઝરે કહ્યું હતું, 'સુપર ક્યૂટ એન્ડ ઈનોસન્ટ ચાઈલ્ડ.'

2007માં એરિયાનાનો જન્મ થયો હતો
મહિમા ચૌધરીએ 2006માં આર્કિટેક્ટ બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, 2013માં બંને અલગ થયા હતા. એરિયાનાનો જન્મ 2007માં થયો હતો. હાલમાં જ મહિમાએ કહ્યું હતું કે 2 મિસકેરેજનું દર્દ તેણે સહન કર્યું છે. તમે તમારા પેરેન્ટ્સ તથા મિત્રોને કેટલીક વાતો કહેતા નથી. તમે એમ વિચારો છો કે આ તો એક સામાન્ય મુસીબત છે, તેમાં શું કહેવાનું. પછી ફરી એક મુશ્કેલી આવે છે. તે બીજું બાળક ઈચ્છતી હતી, પરંતું તેનું બેવાર મિસકેરેજ થયું. આ બધું એટલા માટે થયું, કારણ કે તે લગ્નથી ખુશ નહોતી.

પતિ સાથે અનેક બાબતો પર ઝઘડો થતો
મહિમાએ કહ્યું હતું કે તેના પતિ સાથે અનેક બાબતો પર ઝઘડા થતા હતા. આ લગ્નથી તે ખુશ નહોતી. મુશ્કેલ સમયમાં તેના પતિએ સાથ આપ્યો નહોતો. તેની માતા તથા બહેને તેને સાથ આપ્યો હતો. જ્યારે તે બહાર જતી તો તે તેની મમ્મીના ઘરે દીકરીને મૂકીને જતી. તેની માતાને પાર્કિસન છે. એ સમયે તેના ભાઈએ તેને કહ્યું કે માતા હવે થોડાં જ વર્ષો જીવશે. આ વાતને કારણે તે ડિપ્રેશનમાં જતી રહી હતી અને નાની-નાની વાતો પર રડવા લાગી હતી. ત્યારબાદ તેણે ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો.

'પરદેસ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
મહિલા છેલ્લે 2016માં બંગાળી ક્રાઈમ થ્રિલર 'ડાર્ક ચોકલેટ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રિયા સેન લીડ રોલમાં હતી. મહિલાએ 1997માં 'પરદેસ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં શાહરુખ ખાન હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. ત્યારબાદ તે 'દિલ ક્યા કરે', 'લજ્જા', 'ધડકન', 'દીવાને', 'દિલ હૈ તુમ્હારા', 'ઓમ જય જગદીશ'માં જોવા મળી હતી.