બંગાળી સિનેમાના જાણીતા એક્ટર અભિષેક બેનર્જીનું હાલમાં જ અવસાન થયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતા. અભિષેકે પ્રોસેનજીત ચેટર્જી તથા સંધ્યા મુખર્જી સાથે પોતાની કરિયરની શરૂઆત કરી હતી.
'પથભોલા'થી ડેબ્યૂ કર્યું હતું
કોલકાતાના બરાનગરમાં જન્મેલા અભિષેકે 'પથભોલ'થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને ડિરેક્ટર તરુણ મજૂમદારે ડિરેક્ટ કરી હતી. પહેલી ફિલ્મથી જ તેમની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા.
'પથભોલે' બાદ અભિષેકે 'ફિરિયે દાવ', 'જામાઈબાબુ', 'નયનેર આલો', 'બારીવાલી, 'મધુર મિલન', 'માયેર આંચલ', 'આલો', 'દહન' જેવી ફિલ્મ કરી હતી. તેમણે કોલકાતા યુનિવર્સિટીની સેઠ આનંદરામ જયપુરિયા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.
બંગાળના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મમતા બેનર્જીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આપણા યુવા એક્ટર અભિષેક ચેટર્જીના આકસ્મિક અવસાન અંગે જાણીને દુઃખ થયું. તેઓ ઘણાં જ ટેલેન્ટેડ તથા બહુમુખી હતા. આપણે તેમને યાદ કરીશું. ટીવી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.