તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર સ્પેશિયલ:મહિલા ડિટેક્ટિવ આકૃતિ ખત્રીના બોલિવૂડ સ્ટાર્સની જાસૂસી અંગે સ્ફોટક ખુલાસા, કહ્યું- 'પતિ-પત્ની, મંગેતર જ નહીં સંતાનોની પણ જાસૂસી કરાવે છે'

મુંબઈ3 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક

ફિલ્મ તથા ટીવી સિરિયલમાં આપણે ગોસિપ, જાસૂસી એવું બધું જોતા હોઈએ છીએ. ઘણીવાર આપણી આસપાસના લોકો લગ્ન કરતાં પહેલાં છોકરા કે છોકરીની જાસૂસી કરાવીને તેના વિશે જાણવા માગતા હોય છે. આવી જ રીતે બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાની પત્ની કે મંગેતરની જાસૂસી કરાવે છે. આટલું જ નહીં બોલિવૂડ સ્ટાર્સ પોતાના જ સંતાનોની જાસૂસી કરાવીને તે આખો દિવસ શું કરે છે, તે જાણવાનો પ્રયાસ કરે છે. જાસૂસી માટે તેઓ મોં માગી રકમ પણ આપે છે. એક દાયકાથી પણ વધુ સમયથી જાસૂસી કરતી આકૃતિ ખત્રીએ અત્યાર સુધી ઘણાં બોલિવૂડ તથા ટીવીના અનેક કલાકારો માટે જાસૂસી કરી છે. દિવ્ય ભાસ્કરે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં આકૃતિએ પોતાના ક્લાયન્ટના નામ નહોતા કહ્યા, પરંતુ કેટલાંક રસપ્રદ કિસ્સા જરૂરથી શૅર કર્યા હતા. વાંચો, જાસૂસીની કહાની, આકૃતિની જુબાની...

પહેલી વાર હેલ્થ પ્રોડક્ટ માટે એ ગ્રેડ એક્ટ્રેસની જાસૂસી કરી હતી
મને કામ કરતાં 13-14 વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી મોટાભાગના બોલિવૂડ- ટીવી સેલેબ્સ માટે કામ કર્યું છે. સૌથી પહેલાં મારી પાસે સેલિબ્રિટીનું જે કામ આવ્યું હતું, તે હેલ્થ પ્રોડક્ટ સાથે જોડાયેલું હતું. તેઓ પોતાની એક પ્રોડક્ટ માટે ફીમેલ સેલિબ્રિટીને સાઈન કરવા માગતા હતા અને આ માટે તેમણે મારી પાસે રિસર્ચ કરાવ્યું હતું. તેમને ત્રણ સેલિબ્રિટી અંગે જાણવું હતું કે તેમના આખા દિવસનું રૂટીન શું છે? તેઓ હેલ્થ પ્રત્યે કેટલી જાગૃત છે? તેમનું માનવું હતું કે જે-તે એક્ટ્રેસ હેલ્થ પ્રત્યે સજાગ હશે, તે જ મનથી આ હેલ્થ પ્રોડક્ટને પ્રમોટ કરી શકશે. હું નિયમ પ્રમાણે કોઈનું નામ તો નહીં લઈ શકું, પરંતુ આ ત્રણેય 'એ' ગ્રેડ બોલિવૂડ એક્ટ્રેસ હતી, તેમાંથી એક સારી એક્ટ્રેસને હેલ્થ પ્રોડક્ટની જાહેરાત માટે ફાઈનલ કરવામાં આવી હતી.

બોલિવૂડ સ્ટાર્સના જે પણ કેસ આવે છે, તેમાં શરૂઆતમાં મોટાભાગના સ્ટાર્સ પોતે સામે આવતા નથી. તેમના માણસો વાત કરે છે. મોટાભાગે વકીલ, મેનેજર તથા PR હોય છે. સ્ટાર્સ તો બહુ પાછળથી પિક્ચરમાં આવે છે. સેલિબ્રિટી કેસમાં બહુ જ ધ્યાન આપવું પડે છે. તેમના કેસમાં અમે લેટેસ્ટ ડિવાઈસ તથા ટેક્નિકનો ઉપયોગ કરીએ છીએ.

પતિએ મોડલ પત્નીની જાસૂસી કરાવી હતી
એક મોડલનો કેસ મારી પાસે આવ્યો હતો. આ કેસ તેના પતિએ જ આપ્યો હતો. પતિનું કહેવું હતું કે તેની મોડલ પત્ની કોઈને કોઈ બહાનું બતાવીને દિવસમાં ત્રણ કલાક માટે ગાયબ થઈ જાય છે. તેને પત્નીની આખી દિનચર્યા ખબર હતી, પરંતુ તે દિવસમાં માત્ર 3 કલાક ગુમ થઈ જાય છે. તેને એ જાણવું હતું કે પત્ની ત્રણ કલાક માટે ક્યાં જાય છે અને શું કરે છે. માત્ર એક દિવસ પીછો કરીને અમે એવું ના કહી શકીએ કે એ ત્રણ કલાક માટે આ જગ્યાએ જાય છે. જ્યાં સુધી તે પાંચથી સાત વાર રોજ એ જગ્યાએ ના જાય ત્યાં સુધી અમે આવું કહી શકીએ નહીં. અમને આ કેસ સોલ્વ કરવામાં 15-20 દિવસનો સમય લાગ્યો હતો.

બોલિવૂડ એક્ટ્રેસે પતિની જાસૂસી માટે ડિવાઈસ ખરીદ્યું
એક બોલિવૂડ એક્ટ્રેસે પોતાના પતિની જ જાસૂસી કરાવી હતી. આ સેલિબ્રિટીએ કહ્યું હતું કે તેનો પતિ ક્યાં જાય છે, શું કરે છે, તે તમામ પ્રકારની એક્ટિવિટી તે જાણવા માગે છે. સેલિબ્રિટીના પતિની દરેક મૂવમેન્ટ પર ધ્યાન રાખવાનું અમારા માટે પડકારજનક હતું. એ શહેરની બાહર જાય ત્યારે એ જ ફ્લાઈટમાં અમારી ટીમ ગઈ હતી. પછી એરપોર્ટ પરથી ચેઝ કરવાનું શરૂ કર્યું હતું. તે જ્યાં જાય, ત્યાં અમારી ટીમ જતી હતી. અમારી ટીમનું એક કપલ તેની પાછળ લાગ્યું હતું, જેથી તેના પર બહુ શંકા ના જાય અને કામ સરળ બને. તે જે હોટલમાં રોકાયા તો અમારી ટીમ પણ તે જ હોટલના સેમ ફ્લોર પર રોકાઈ હતી. અમે અમારી ક્લાયન્ટને તેના પતિની બ્રેકફાસ્ટથી લઈ ડ્રોઈંગ રૂમ-સ્વિમિંગ પૂલ સુધીની તસવીરો મોકલી હતી. હવે સાચું કે ખોટું તે તો ક્લાયન્ટે નક્કી કરવાનું હતું. મેં તો મારું કામ કરી દીધું હતું. હા એટલું જરૂર કહીશ કે તેમને મારું કામ ઘણું જ ગમ્યું હતું અને તેમની સેલિબ્રિટી ફ્રેન્ડ્સને મારો રેફરન્સ આપ્યો હતો. તેણે મારી પાસેથી એક ડિવાઈસ પણ ખરીદ્યું હતું. તેના પતિ ફાઈનાન્સર છે. તે યશરાજ ફિલ્મ્સને ફાઈનાન્સ કરે છે.

ટીવીમાં કાયમી ધોરણે જાસૂસી કરવાની થાય છે
મારી પાસે આ પ્રકારના ઘણાં કેસ આવતા રહે છે. શરૂઆતમાં મને એક્સાઈટમેન્ટ રહેતું હતું. હવે તો આ રોજનું થઈ ગયું છે. અત્યાર સુધી 40-50 કેસ સાથે ડીલ કરી ચૂકી છે. બોલિવૂડની સાથે ટીવીના અનેક સ્ટાર્સ આવે છે. તેમના રેગ્યુલર રીતે કામ ચાલે છે. આ રેગ્યુલર કેસમાં એવું હોય છે કે એક્ટર-એક્ટ્રેસ મુંબઈમાં હોય ત્યાં સુધી જાસૂસી કરવાની હોય છે, પરંતુ તેઓ મુંબઈ બહાર જાય તો કંઈ કરવાનું હોતું નથી. આ રીતે કાયમી જાસૂસી કરવાની હોય છે. આના માટે દર મહિને પેમેન્ટ મળે છે. આ કેસમાં એવું હોય છે કે ક્લાયન્ટ જાણવા માગે છે કે તે મુંબઈમાં ક્યાં જાય છે, શું કરે છે.

કેટલાંક સેલેબ્સ પાર્ટનર-પ્રેમિકા વિરુદ્ધ કેસ કરવાનું કહેતા હોય છે
ઘણીવાર અમારા ક્લાયન્ટ એકદમ લાગણીમાં આવીને કંઈકને કંઈક બબડવા લાગે છે. તે કહેવા લાગે છે કે તે એને છોડશે નહીં. કેટલાંક તો એમ પણ કહેતા હોય છે કે તેની પર ખોટા કેસ કરીને ફસાવી દો. આવા લોકોને કહેવું પડે છે કે અમે પ્રોફેશનલ છીએ. અમે લિમિટમાં રહીને કામ કરીએ છીએ. આ સમયે અમે ક્લાયન્ટનું કાઉન્સિલિંગ કરીએ છીએ. જો કોઈ બહુ જ ફોર્સ કરે તો અમે હાથ જોડીને કહીએ દઈએ છીએ કે અમે આવું નહીં કરી શકીએ. ઘણાં લોકો તો અમારી પાસે કૉલ ડિટેલ માગે છે, પરંતુ અમે આપતા નથી. તેમ છતાંય તેઓ દબાણ કરીને કહેતા હોય છે કે હિંદુસ્તાનમાં તો આવું બધું ચાલે છે. આવા લોકો માટે અમારો એક જવાબ છે કે જે કરતાં હોય, તેમની પાસે કરાવી લો. મોટાભાગના કેસ શંકાવાળા જ આવતા હોય છે. ઈન્ડસ્ટ્રી અંદરથી ઘણી જ ખરાબ છે, જો તમે અંદર ખૂંપી ગયા તો બસ અંદર ખૂંપતા જ જશો.

એક્ટર પતિએ એક્ટ્રેસ પત્ની પાછળ ટીમ રોકી
'એ' લિસ્ટેડ હીરો પોતાની એક્ટ્રેસ પત્ની અંગે જાણવા માગતો હતો કે તે ક્યાં જાય છે, શું કરે છે. મેં તેમને પૂછ્યું હતું કે તમને ખ્યાલ છે કે તે કઈ ગાડીમાં જાય છે? તો તેણે જવાબ આપ્યો હતો કે એ તો ખ્યાલ નથી, કારણ કે અમારી પાસે બહુ બધી ગાડી છે. અમે સતત નજર રાખી અને ધ્યાનમાં રાખ્યું કે તે કઈ ગાડીમાં જાય છે. તેમાં ડિવાઈસ લગાવી દીધું, કારણ કે જો કોઈ અમારી ટીમમાંથી પીછો કરવાનું ચૂકી જાય તો પણ અમારા લેપટોપમાં લોકેશન આવતું રહે. જોકે, તે તો અમારા કરતાં પણ ચાર ડગલાં આગળ નીકળી. તેણે તો થોડેક આગળ જઈને ગાડી જ બદલી નાખી. તે બીજી જ કારમાં બેસી ગઈ. અમે તેની પાછળ અમારી બે ટીમ લગાવી હતી. પછી બીજી ટીમે તેને પકડી પાડી હતી. આ કેસમાં ક્લાયન્ટને પત્નીની રજેરજની માહિતી જોઈતી હતી. ક્લાયન્ટની પત્ની કોઈકના ઘરે નિયમિત રીતે જતી હતી. આથી અમે તે ઘરમાં નોકરાણી માટે જગ્યા છે કે નહીં તેની વાત કરી હતી.

સામાન્ય રીતે 'એ' લિસ્ટરના ઘરમાં હંમેશાં નોકરની જરૂર હોય જ છે. અમે બીજા જ દિવસે મા-દીકરી તરીકે અમારી ટીમને મોકલી. અહીંયા ગાર્ડ સાથે સાંઠગાંઠ કરવી પડે છે, કારણ કે હાઉસ હેલ્પરનો સ્ટાફ સામાન્ય રીતે એજન્સીની મદદથી આવતો હોય છે. જોકે, ગાર્ડે એવું કહ્યું હતું કે તે અમારા ગામની છે, એટલે તેને નોકરી મળી ગઈ હતી. તે બંને સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી હતી. હવે ક્લાયન્ટની પત્નીની દરેક વાત અમને ખબર રહેતી અને આ વાતો અમે ક્લાયન્ટ સુધી પહોંચાડી દેતા. જોકે, પછી મહિલાને એ વાતનો ખ્યાલ આવી ગયો કે તેના પતિને તેની બધી જ વાતો કેવી રીતે ખબર પડે છે. ત્યારે તે વધુ સાવચેત થઈ ગઈ હતી. તે વધુ અલર્ટ રહેતા જ ઘરમાં નોકરાણી બનીને રહેતી અમારી ટીમને નોકરી છોડી દેવાનું કહ્યું હતું. આ રીતે અમારો કેસ પૂરો થયો હતો. આવા કેસમાં બહુ જ સાવચેત રહેવું પડે છે. બાઉન્સર, બૉડીગાર્ડ હોય છે, તેમનાથી ઘણું જ જોખમ રહે છે.

બાળકોની પણ જાસૂસી કરાવે
હદ તો ત્યાં થઈ કે હવે લોકો પોતાના બાળકોની જાસૂસી કરાવે છે. મોટાભાગે ઈન્ટર કોલેજના બાળકોની જાસૂસી થતી હોય છે. મારી પાસે આવા ઢગલો કેસ છે. મેં એક બાળકને જોયું હતું કે તેને શોકર એન્ડ પૂલની એવી લત લાગી કે દુકાન ખુલે તે પહેલાં ત્યાં આવીને ઊભો રહી જતો. પાર્ટીઓના શોખીન હોય તેવા તો અઢળક લોકો છે. આ પાર્ટીમાં ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ તથા ડ્રગ્સ હોય છે.

તાંત્રિકનો કિસ્સો હજી પણ યાદ છે
એક કેસ થોડો અલગ હતો, જ્યારે ક્લાયન્ટે કહ્યું હતું કે તેની પાર્ટનર તાંત્રિક પાસે જાય છે. અમે પીછો કર્યો ત્યારે અમને પણ એ વાત જાણવા મળી કે તે તાંત્રિક પાસે જાય છે. તે તાંત્રિકને મળીને આવી ત્યારે તેણે ઝાડ નીચે લાલ રંગના કપડાંની પોટલીમાં બનાવીને ફેંકી હતી. અમે તેનો વીડિયો બનાવીને ક્લાયન્ટને મોકલ્યો હતો. આ કેસમાં મને ઈન્સેન્ટિવ પણ મળ્યું હતું.

પૈસા ના આપે તો અમે સામેની પાર્ટીને માહિતી આપી દઈએ
અમારી ઈન્ડસ્ટ્રી પ્રીપેડ પર ચાલે છે. ઓળખાણ થઈ ગઈ હોય તો માસિક કે સાપ્તાહિક બિલિંગ પણ કરે છે. જોકે, અમારા પૈસા કોઈ ના ચૂકવે તેવું બને નહીં, કારણ કે અમારી પાસે જે માહિતી હોય છે, તે કોઈ પણ વ્યક્તિ માટે હાનિકારક હોઈ શકે છે. અમારો સીધો હિસાબ છે, જો તમે પૈસા નથી આપતા તો અમે સામેની પાર્ટી પાસેથી બેગણી રકમ વસૂલીને તે આપી દઈએ છીએ. આવું અનેકવાર બને છે, પરંતુ અમે ડરતાં નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો