વિકી-કેટના લગ્ન:Ex GF કેટરીનાના લગ્ન સમયે સલમાન શૂટિંગમાં વ્યસ્ત રહેશે, એક્ટ્રેસે હજી સુધી ખાન પરિવારને આમંત્રણ આપ્યું નથી

મુંબઈ14 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • વેડિંગ ડેટ્સ કન્ફર્મ ના હોવાથી સલમાને શૂટિંગ ડેટ્સમાં ફેરફાર કર્યો નથી
  • વેડિંગ રિસેપ્શનમાં સલમાન હાજર રહેશે
  • સલમાન 7-8 ડિસેમ્બરે 'ટાઇગર 3'ના શૂટિંગમાં વ્યસ્ત

કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્ન આવતા મહિને 7 ડિસેમ્બરથી લઈ 12 ડિસેમ્બર સુધી ચાલશે. લગ્નમાં અનેક બોલિવૂડ સેલેબ્સ હાજર રહેશે. કેટરીનાનો પૂર્વ પ્રેમી અને ખાસ મિત્ર સલમાન ખાન હાજર રહેશે નહીં. સલમાન તથા કેટના નિકટના મિત્રોએ દિવ્ય ભાસ્કરને આની પુષ્ટિ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે એક સમયે સલમાન તથા કેટરીના વચ્ચે અફેર હતું. સલમાનથી અલગ થયા બાદ કેટરીનાના સંબંધો રણબીર કપૂર સાથે હતા. રણબીર તથા કેટરીના લીવ ઇનમાં પણ રહેતા હતા. જોકે, પછીથી આ સંબંધોનો અંત આવ્યો હતો અને કેટરીનાનું નામ વિકી કૌશલ સાથે જોડાયું હતું.

હજી સુધી ફોર્મલ ઇન્વિટેશન મળ્યું નથી
સલમાનના નિકટના સભ્યોએ કહ્યું હતું, 'સલમાન પોતાના શૂટિંગમાં વ્યસ્ત છે. હજી સુધી ફોર્મલ ઇન્વિટેશન આપવામાં આવ્યું નથી. હજી સુધી કેટરીનાએ આ અંગે કોઈ ચર્ચા કરી નથી. તેણે ખાન પરિવારના કોઈ પણ સભ્યને ઇનવાઇટ કર્યા નથી. હજી સુધી નક્કી નથી કે લગ્ન ચોક્કસ કઈ તારીખે છે. ડેટ્સની મુશ્કેલીને કારણે સલમાને નક્કી કર્યું છે કે તે લગ્નમાં નહીં, પરંતુ રિસેપ્શનમાં હાજર રહેશે.'

સલમાનના નિકટના મિત્રોના મતે એક્ટર બિઝી છે. તેમના મતે, '7 તથા 8 ડિસેમ્બરે સલમાન મુંબઈમાં જ 'ટાઇગર 3'નું શૂટિંગ કરશે. 9 ડિસેમ્બરે રિયાદ જશે અને અહીંયા 10 ડિસેમ્બર સુધી 'દબંગ' ઇવેન્ટમાં બિઝી છે. 11 ડિસેમ્બરે મુંબઈ પરત ફરશે અને પછી 'બિગ બોસ 15'નું શૂટિંગ કરશે. સલમાનની ડેટ્સ ઓલરેડી પેક હોવાથી તે કેટરીનાના લગ્નમાં જશે કે નહીં તેનું કોઈ કન્ફર્મેશન નથી.'

કેટરીના કૈફ 'દબંગ' ઇવેન્ટનો હિસ્સો નથી. 'ટાઇગર 3'માં કેટરીના કૈફ લીડ રોલમાં છે. સલમાનની ડેટ્સ આવી ગઈ છે અને હજી કેટરીનાનું શિડ્યૂઅલ આવ્યુ નથી. શિડ્યૂઅલ આવ્યા બાદ નક્કી થશે કે વાસ્તવમાં કેટરીનાના લગ્ન છે કે નહીં?

રાજસ્થાનમાં તૈયારીઓ શરૂ
વિકી કૌશલ તથા કેટરીના કૈફ રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ટ હોટલમાં લગ્ન કરવાના છે. ફોર્ટમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહેંદીનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં લગ્નની વાત સામે આવતા વેડિંગ વેન્યૂની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. ત્રણ દિવસની સુરક્ષા પાછળ કેટ-વિકી 15 લાખ રૂપિયા ખર્ચ કરશે.