'ભાઈજાન'ને ખુલ્લી ધમકી:Ex GFનો સલમાન ખાન પર આક્ષેપ, કહ્યું- ઐશ્વર્યા રાયની જેમ જ અન્ય મહિલાઓ પણ તારો પર્દાફાશ કરશે

મુંબઈ5 મહિનો પહેલા
  • સોમી અલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી, સલમાનની તુલના હાર્વે વિન્સ્ટીન સાથે કરી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની ફિલ્મ ઉપરાંત લવ અફેર્સને કારણે ચર્ચામાં રહે છે. સલમાન ખાનનું નામ સંગીતા બિજલાણી, સોમી અલી, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ સાથે જોડાઈ ચૂક્યું છે. સલમાન તથા ઐશ્વર્યાના સંબંધો ઘણાં જ ચર્ચામાં રહ્યા હતા. સલમાને દારૂના નશામાં ઐશ્વર્યાને માર પણ માર્યો હતો. હવે સલમાનની પૂર્વ પ્રેમિકા સોમી અલીએ એક્ટરને ધમકી આપી છે.

સોમીની સો.મીડિયા પોસ્ટ.
સોમીની સો.મીડિયા પોસ્ટ.

સોમીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
સોમી અલીએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં સલમાન-ભાગ્યશ્રીની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ના ઓપનિંગ સીનનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો. સોમીએ લખ્યું હતું, 'બોલિવૂડના હાર્વે વિન્સ્ટીન એક દિવસ તારો પણ ભાંડો ફૂટશે. તે જે મહિલાઓને એબ્યૂઝ કરી છે, તે એક દિવસ સામે આવશે અને તારી સચ્ચાઈ કહેશે, જેવી રીતે ઐશ્વર્યા રાયે કહી હતી.'

હાર્વે વિન્સ્ટીન (વચ્ચે)
હાર્વે વિન્સ્ટીન (વચ્ચે)

કોણ છે હાર્વે વિન્સ્ટીન?
હાર્વે વિન્સ્ટીન હોલિવૂડનો લોકપ્રિય પ્રોડ્યૂસર તથા ફિલ્મમેકર છે. હાર્વે પર એક, બે નહીં પણ અનેક મહિલાઓ-એક્ટ્રેસિસ પર રેપ કરવાનો, યૌન શોષણ તથા મારપીટનો આરોપ હતો, જેમાં હોલિવૂડ એક્ટ્રેસ એન્જલિના જોલી, લીઝા, કેટ બ્લેન્કેટ, એવા ગ્રીન સામેલ છે. હાર્વે પર કેસ ચાલ્યો હતો અને તેને 23 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

ઐશ્વર્યા-સલમાન- ફાઇલ તસવીર.
ઐશ્વર્યા-સલમાન- ફાઇલ તસવીર.

સલમાન-ઐશ્વર્યાના સંબંધો
સલમાન તથા ઐશ્વર્યા વચ્ચે ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના સેટ પર સંબંધો બંધાયા હતા. જોકે, આ સંબંધો બહુ લાંબા ટક્યા નહોતા. સલમાને નશામાં ધૂત થઈને ઐશ્વર્યા રાયને માર માર્યો હતો. આટલું જ નહીં એકવાર સલમાન દારૂના નશામાં ઐશ્વર્યા રાયના ઘરે પહોંચી ગયો હતો. હાથથી દરવાજો ખખડાવવા લાગ્યો હતો. સલમાનના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સલમાન પ્રેમિકા એશ અંગે ઘણો જ પઝેસિવ હતો. સલમાનના આ પ્રકારના વર્તનથી ત્રાસીને ઐશ્વર્યાએ આ સંબંધો તોડી નાખ્યા હતા. આટલું જ નહીં, ઐશ્વર્યાના પેરેન્ટ્સે સલમાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી.

સોમી અલી-સલમાન ખાન- ફાઇલ તસવીર.
સોમી અલી-સલમાન ખાન- ફાઇલ તસવીર.

સોમી અલીને તરછોડી સલમાને એશ સાથે સંબંધો બાંધ્યા હતા
એક ઈન્ટરવ્યૂમાં સોમીએ કહ્યું હતું કે સલમાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. જોકે, ઐશ્વર્યા રાય વચ્ચે આવી ગઈ અને તેમના સંબંધો તૂટી ગયા. સોમીએ કહ્યું હતું, 'જ્યારે હું ટીનેજર હતી, ત્યારે સલમાન પર ક્રશ થયો હતો. આ ક્રશને કારણે હું ફ્લોરિડાથી ઇન્ડિયા આવી હતી. મેં લગ્ન કરવા માટે માત્રને માત્ર ફિલ્મમાં કામ કર્યું.' 1991-1997ની વચ્ચે તેણે 'અંત', 'કિશન અવતાર', 'તીસરા કૌન', 'આંદોલન', 'અગ્નિચક્ર' જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે.