ભટ્ટ પરિવારમાં વિખવાદ?:બહેન આલિયાના લગ્ન થાય તે પહેલાં જ મુકેશ ભટ્ટની દીકરીએ વિશેષ ફિલ્મ્સ છોડ્યું, અલગ કંપની બનાવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં ભટ્ટ તથા કપૂર પરિવાર આલિયા-રણબીરના લગ્નમાં વ્યસ્ત છે. આ દરમિયાન આલિયાની કાકાની દીકરી સાક્ષીએ હોમ પ્રોડક્શન વિશેષ ફિલ્મ્સ છોડી દીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાક્ષીએ પોતાના કઝિન ભાઈ સાહિલ સહગલ સાથે મળીને એક નવી કંપની શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે વિશેષ ફિલ્મ્સને ડિરેક્ટર મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટે શરૂ કર્યું હતું. આ બેનરે અનેક હિટ ફિલ્મ આપી છે.

'સડક 2' ફ્લોપ થતાં જ મહેશ ભટ્ટે કંપની છોડી હતી
મુકેશ ભટ્ટે પોતાના દીકરા વિશેષના નામ પરથી પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. જોકે, 'સડક 2' નિષ્ફળ જતાં મહેશ ભટ્ટે વિશેષ ફિલ્મ્સમાંથી ક્રિએટિવ કન્સલ્ટન્ટ તરીકે રાજીનામું આપી દીધું હતું. આ અંગે મુકેશ ભટ્ટે સ્પષ્ટતા કરી હતી કે બે ભાઈ વચ્ચે કોઈ ઝઘડો થયો નથી. મહેશ ભટ્ટ બાદ આ કંપની મુકેશ ભટ્ટના બંને સંતાનો સાક્ષી તથા વિશેષ ચલાવતા હતા.

સાક્ષી હવે કઝિન સાથે મળીને ફિલ્મ બનાવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાક્ષીએ પોતાના કઝિન સાહિલ સાથે મળીને કંપની શરૂ કરી છે. તેઓ ડિરેક્ટર મોહિત સૂરી સાથે મળીને ફિલ્મ બનાવશે.

1988માં વિશેષ ફિલ્મ્સની શરૂઆત થઈ
1988માં ફિલ્મ 'કબ્જા'થી વિશેષ ફિલ્મ્સની શરૂઆત થઈ હતી. આ બેનર હેઠળ 'ડેડી', 'આશિકી', 'રાઝ', 'મર્ડર', 'સડક', 'દુશ્મન', 'ઝહર', 'જન્નત', 'ગેંગસ્ટર' જેવી ફિલ્મ બનાવી હતી. છેલ્લે 'સડક 2' આવી હતી.