1882 કરોડનું નવું માર્કેટ:NFTના બજારમાં અમિતાભ-સની લિયોની પણ, બિગ બી પોતાના અવાજમાં પિતાની કવિતા 'મધુશાલા'તો સની ફોટો-વીડિયો વેચશે

મુંબઈ2 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
 • કૉપી લિંક
 • અનેક કલાકારો પોતાના આર્ટવર્કને ડિજિટલ મોડમાં વેચવાની તૈયારીમાં ક્રિપ્ટો કરન્સીની સાથે ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી શકાય છે

દુનિયામાં એક નવું માર્કેટ ઊભું થઈ રહ્યું છે. આ માર્કેટને NFT કહેવામાં આવે છે. આ માર્કેટની ગ્લોબલ વેલ્યુ 1882 કરોડ રૂપિયા છે. NFTનો અર્થ નોન ફંજિબલ ટોક એટલે કે તમે ઓનલાઇન કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો અને તેની પર તમારો અધિકાર છે. આટલું જ નહીં બીજીવાર તે વસ્તુની કોઈ કૉપી બનાવી શકાશે નહીં, જેમ કે ટ્વિટર ફાઉન્ડર જેક ડોર્સીએ પોતાના અકાઉન્ટમાં પહેલી ટ્વીટ કરી હતી, આ ટ્વીટને NFT પર ખરીદવામાં આવી છે. આ એક માત્ર ટ્વીટની કિંમત 29 લાખ ડૉલર એટલે કે 21.42 કરોડ રૂપિયા છે. આ જ રીતે અમેરિકન આર્ટિસ્ટ બીપલનું આર્ટવર્ક કોલાજ 500 કરોડથી વધુમાં વેચાયું છે.

NFTનું ખરીદ-વેચાણ સામાન્ય રીતે ક્રિપ્ટો કરન્સીમાં થાય છે, પરંતુ કેટલાંક પ્લેટફોર્મ્સ પર હવે ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સી નથી, પરંતુ વિશ્વભરમાં સેલેબ્સ તથા આર્ટિસ્ટ NFTથી લાખોની કમાણી કરી રહ્યા છે. હવે ભારતમાં NFT ઇનિશિયલ મોડ પર છે. આ માર્કેટમાં ભારતમાંથી અમિતાભ બચ્ચન તથા સની લિયોનીએ એન્ટ્રી કરી છે. અમિતાભ પોતાના અવાજમાં 'મધુશાલા' NFT પર વેચશે. આની કિંમત કરોડો રૂપિયામાં હોઈ શકે છે. સની પોતાના હજારો ડિજિટલ અવતાર ચાહકો માટે ઉપલબ્ધ કરાવી રહી છે.

સની લિયોનીએ NFT માટે પોતાની સાઇટ sunnyleonenft.com બનાવી છે
સની લિયોનીએ NFT માટે પોતાની સાઇટ sunnyleonenft.com બનાવી છે

અલગ અલગ લુક તથા કોસ્ચ્યુમ્સમાં સનીના અવતારના માલિક બનો
ફિલ્મ સ્ટાર સની લિયોનીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે NFTમાં તેના હજારો લુક વેચવામાં આવશે. સની અલગ અલગ અંદાજમાં જોવા મળશે, જેમ કે કોઈ કાર સાથે, બિલ્ડિંગ કે હથિયાર સાથે સનીના ફોટો હશે, તે ચાહકોને નક્કી કરેલી કિંમત મળશે. આ વીડિયો કે ફોટોની બીજી કૉપી બનાવવામાં આવશે નહીં.

સની આગામી 2 અઠવાડિયામાં NFT શરૂ કરશે
સનીએ કહ્યું હતું કે તેની વેબસાઇટના લેન્ડિંગ પેજ, સાઇન અપ તથા પ્રી ઓર્ડર અત્યારે ઉપલબ્ધ છે. આગામી 10-14 દિવસમાં પહેલું NFT શરૂ થશે. તે પોતાના બેકએન્ડ પ્લેટફોર્મથી જાતે જ NFT બનાવી રહી છે. તેણે કહ્યું હતું કે તે તથા તેનો પતિ ડેનિયલ લાંબા સમયથી આ વાતને સમજવાનો પ્રયાસ કરતા હતા. તેના માટે NFT ચાહકો સાથે જોડવા માટેની તક છે. તેને લાગે છે કે NFTમાં જોડાવાનો આ યોગ્ય સમય છે.

beyondlife.club સાઇટ પર અમિતાભે ગાયેલી મધુશાલા તથા તેમના ઓટોગ્રાફવાળું ફિલ્મ 'શોલે'નું પોસ્ટર મૂકવામાં આવ્યું છે
beyondlife.club સાઇટ પર અમિતાભે ગાયેલી મધુશાલા તથા તેમના ઓટોગ્રાફવાળું ફિલ્મ 'શોલે'નું પોસ્ટર મૂકવામાં આવ્યું છે

અમિતાભ પોતાના અવાજમાં 'મધુશાલા વેચી રહ્યા છે
અમિતાભના NFT beyondlife.club એક્સચેન્જ પર પોસ્ટ કરવામાં આવી છે. નવેમ્બરના ફર્સ્ટ વીકમાં હરાજી થશે.

એક્સચેન્જ ડેવલપ કરનારી સિંગાપોરાની કંપની ઋતિ એન્ટરટેઇનમેન્ટના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર અરુણ પાંડેએ કહ્યું હતું કે અમિતાભે પોતાની અવાજમાં પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતા 'મધુશાલા'નો ઓડિયો, 'શોલે'ના પોતે સાઇન કરેલું પોસ્ટર તથા અન્ય પર્સનલ વસ્તુઓને NFTમાં કન્વર્ટ કરી છે. અરુણે વધુમાં કહ્યું હતું કે આ હરાજીમાં ભાગ લેનારા માટે અત્યારે યુઝર્સમાં જોશ જોવા મળ્યો છે. અમિતાભને કારણે બોલિવૂડના અન્ય સેલેબ્સ NFTમાં હરાજી માટે એક્સચેન્જના સંપર્કમાં છે.

300થી વધુ આર્ટિસ્ટ્સે NFT બનાવ્યું
ભારતના ક્રિપ્ટો એક્સચેન્જ વજીરએક્સ (nft.waxirx.org)ના ફાઉન્ડર તથા ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર નિશ્ચલ શેટ્ટીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે તેમના પ્લેટફોર્મમાં અત્યાર સુધી 326 ક્રિએટર્સ પોતાના NFT જનરેટ કરી ચૂક્યા છે, જેમાં પ્રસાદ ભટ્ટ, સતીશ આચાર્ય, પ્રિયા મલિક, ઈશિતા બેનર્જી, વિમલ ચંદ્રન તથા અભિષેક ભાસ્કર પ્રમુખ છે.

ઋત્વિજ તથા ન્યૂક્લિયા પોતાની NFT બનાવનારા પહેલાં મ્યૂઝિશિયન બની ચૂક્યા છે. સનબર્ન મ્યૂઝિક ફેસ્ટિવલનું પણ NFT છે. જેન્ડર ફ્લૂઇડ આર્ટિસ્ટ અન્વેશ સાહુ પણ NFT લાવ્યા છે.

લાયા મતિક્ષરા ભારતની યંગેસ્ટ NFT આર્ટિસ્ટ છે
લાયા મતિક્ષરા ભારતની યંગેસ્ટ NFT આર્ટિસ્ટ છે

13 વર્ષની લાયા દેશની યંગેસ્ટ NFT આર્ટિસ્ટ
ચેન્નઈની 13 વર્ષીય લાયા મતિક્ષરા દેશની યંગેસ્ટ NFT આર્ટિસ્ટ છે. તેણે 110 સેકન્ડની શોર્ટ ફિલ્મ 'ગ્રેટિટ્યૂડ' બનાવી છે. આ NFTમાં 30 હજાર રૂપિયામાં વેચાઈ છે. આ ફિલ્મ 16મા બુસાન ઇન્ટરનેશનલ કિડ્સ એન્ડ યુથ ફિલ્મ ફેસ્ટિવલને પસંદ આવી હતી.

નિશ્ચલે કહ્યું હતું કે જનેરશન Z (જેનો જન્મ 1997 પછી થયો છે) NFTને ઝડપથી સ્વીકારી રહી છે. સેલેબ્સ પોતાના ચાહકો, બ્રાન્ડ્સને પોતાના કન્ઝ્યૂમર્સ સાથે કનેક્ટ કરવા માટે NFT એક નવું સાધન બની રહી છે.

સરકાર ઉતાવળ કરી રહી નથી, આ સારું છે
નિશ્ચલે કહ્યું હતું કે ભારતમાં એક એસેટ ક્લાસના રૂમમાં ક્રિપ્ટો માન્ય છે. સરકાર નવું ક્રિપ્ટો કરન્સી બિલ લાવી રહી છે, જેમાં વર્ચ્યુઅલ ફાઇનાન્સને રેગ્યુલેટ કરવામાં આવે તથા તેના પર કેટલીક જોગવાઈ હોઈ શકે છે. ભવિષ્યમાં આ ટેક્સ હેઠળ આવશે.

અરુણે કહ્યું હતું કે આ સારી વાત છે કે આપણાં લૉ મેકર્સ ક્રિપ્ટો સ્પેસથી લઈ કાયદો બનાવવામાં ઉતાવળ કરવાને બદલે તમામ બાબતો સમજી રહ્યા છે. ભારતમાં ક્રિપ્ટો માર્કેટને પ્રોત્સાહન મળે, આથી જે પણ કાનૂન બને, તે પરિવર્તનશીલ હોવા જોઈએ.

બીપલનું આર્ટ પીસ 508 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ 5000 નાના-મોટા આર્ટવર્કનું કોલાજ છે
બીપલનું આર્ટ પીસ 508 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ 5000 નાના-મોટા આર્ટવર્કનું કોલાજ છે

બીપલનું આર્ટ પીસ 508 કરોડમાં બે ભારતીયોએ ખરીદ્યું

 • અમેરિકાના ગ્રાફિક આર્ટિસ્ટ માઇક વિંકલમેનનું નિકનેમ બીપલ છે, તેનું આર્ટપીસ 'એવરીડેઃ ધ ફર્સ્ટ ફાઇવ થાઉસન્ડ ડેઝ' 69.3 મિલિયન ડોલર (અંદાજે 508 કરોડ રૂપિયા)માં વેચાતા આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.
 • આ આર્ટ પીસ બીપલે ક્રિએટ કર્યું છે અને તેમાં 5000 આર્ટ પીસનું એક કોલાજ છે, જેમાં ભારતીય મૂળના વિગ્નેશ સુંદરસેન તથા આનંદ વેંકટેશ્વરને ખરીદ્યું છે. વિગ્નેશ ન્યૂ યોર્કમાં 'ધ સૌક' નામથી વર્ચ્યુઅલ NFT ગેલેરી પણ બનાવી છે.
ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સીની ટ્વીટ 21.42 કરોડ રૂપિયામાં વેચાઈ
ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સીની ટ્વીટ 21.42 કરોડ રૂપિયામાં વેચાઈ

કરોડોમાં વેચાયા NFT

 • ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સીની પહેલી ટ્વીટ - 29 લાખ ડોલર (21.42 કરોડ રૂપિયા)
 • બીપલનું જ પેઇન્ટિંગ ક્રોસ રોડ - 6.6 મિલિયન ડોલર (48.69 કરોડ રૂપિયા)
 • લાર્વા લેબની 4 પેઇન્ટિંગ્સ - 33.77 મિલિયન ડોલર (249.86 કરોડ રૂપિયા)

NFT શું છે?

 • NFTનો અર્થ નોન ફંજિબલ ટોકન. આ ડિજિટલ એસેટ છે. આ બ્લોકચેનમાં જનરેટ થાય છે અને ઓરિજિનલ તથા એક માત્ર હોવાની પુષ્ટિ કરે છે. નોન ફંજિબલનો અર્થ છે, તેની બીજી કોઈ પ્રતિ હોઈ શકે નહીં.
 • NFT લેનાર વ્યક્તિને એક ડિજિટલ ઓથેન્ટિફિકેશન મળે છે કે તેની પાસે જે ડિજિટલ એસેટ છે, તે વિશ્વમાં એક માત્ર છે. ઓરિજિનલ ક્રિએટરથી જ તમને મળી છે, જેમ કે કોઈ પેઇન્ટરનું કોઈ પેઇન્ટિંગ, સંગીતકારની કોઈ ધૂન, કોઈ કવિની કવિતા અથવા દરેક એ વસ્તુ જેની સોફ્ટ કોપી બનાવી શકાય છે, જેમાં સેલેબ્સના ફોટો, વીડિયો વગેરે હોઈ શકે છે.
 • હવે મોટાભાગે NFT ડિજિટલ આર્ટવર્ક બની રહ્યા છે. કોઈ પણ તસવીર, વીડિયો, લખાણ, ડોક્યુમેન્ટ, ત્યાં સુધી કે અવાજને પણ NFTમાં પરિવર્તિત કરી શકાય છે.
 • મોટાભાગે NFT ઇથેરિયમ બ્લોકચેનમાં છે, પરંતુ તેને બીજા બ્લોકચેન પણ સપોર્ટ કરે છે.

NFT કેવી રીતે બને છે?

 • તમારી પાસે કોઈ પણ તસવીર, વીડિયો, ડોક્યુમેન્ટ અથવા આર્ટવર્ક છે અથવા તો તમે કંઈક નવું ક્રિએટ કરો છો, તેને NFTમાં ફેરવી શકો છે.
 • આને NFT મિન્ટ કહેવામાં આવે છે. NFT એક્સચેન્જ સર્વિસ ફી અથવા વેચાણની રકમ પર કમિશન તરીકે ચાર્જ લઈને તેને મિન્ટ કરી દે છે.
 • કોઈ પણ ઓનલાઇન એક્સચેન્જમાં અકાઉન્ટ ઓપન કરીને તમારા ડિજિટલ ફોર્મેટમાં અપલોડ કરીને NFT મિન્ટ કરી શકાય છે. તમે તેની હરાજી માટે બેઝ પ્રાઇઝ નક્કી કરી શકો છો.

આ માર્કેટ કેવી રીતે ચાલે છે?
એક્સચેન્જ પર NFTની હરાજી થાય છે. આ બિઝનેસ મોટાભાગે ક્રિપ્ટો-કન્સીમાં જ થાય છે, પરંતુ beyondlife.org જેવા પ્લેટફોર્મ પર અમિતાભની NFT ભારતીય ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ખરીદવાની સુવિધા છે.

NFT ખરીદવાના બે ઉદ્દેશ - શોખ તથા રોકાણ

 • મોટાભાગના લોકો શોખથી જ NFT ખરીદતા હોય છે, કારણ કે તેમને આર્ટમાં રસ હોય છે અથવા કોઈ પણ સેલેબ્સની વસ્તુને પોતાના કલેક્શનમાં રાખવાનો ક્રેઝ હોય છે.
 • કેટલાંક લોકો રોકાણના હેતુથી પણ ખરીદતા હોય છે, જેથી ભવિષ્યમાં તેને વધુ ભાવમાં વેચી શકાય.

દરેક વાર વેચાણ પર આર્ટિસ્ટની રોયલ્ટી
એકવાર આર્ટિસ્ટ અથવા ક્રિએટર પોતાની NFT વેચીને તેની હરાજીમાંથી પૈસા મળશે. ત્યારબાદ NFT ખરીદનાર તેને સેકન્ડરી માર્કેટમાં વેચે તો આર્ટિસ્ટ અથવા ક્રિએટરને તેને રોયલ્ટી મળશે.