બોલિવૂડ એક્ટર રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. હવે 'ખતરો કે ખિલાડી 12' ફૅમ એરિકા પેકર્ડે સો.મીડિયામાં એક સેમી ન્યૂડ તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તેનો ટોપલેસ અંદાજ જોઈ શકાય છે. એરિકાએ ફોટો શૅર કરીને રણવીર સિંહ અંગે વાત કરી હતી.
એરિકાનું ટોપલેસ ફોટોશૂટ
એરિકાએ ફોટોશૂટ શૅર કરીને કહ્યું હતું, 'હું અહીંયા રણવીરને કંપની આપી રહી છું.' તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને ડેનિમ પહેર્યું છે.
ચાહકોની પ્રતિક્રિયા
એરિકાની તસવીર આવ્યા બાદ સો.મીડિયા યુઝર્સે વિવિધ પ્રતિક્રિયા આપી હતી. તસવીર પર કમેન્ટ કરતાં એક્ટ્રેસ રિદ્ધિમાએ કહ્યું હતું કે ઓહ મમાસિટા. અન્ય એક યુઝરે એરિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માગણી કરી હતી. બીજાએ કહ્યું હતું, 'એક ઊભરતો રાષ્ટ્રીય મુદ્દો'
રણવીરમાંથી પ્રેરણા મળી
એરિકાએ આ ફોટોશૂટ રણવીર સિંહમાંથી પ્રેરણા લઈને કરાવ્યું છે. હાલમાં જ રણવીરે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટને કારણે વિવાદ પણ થયો હતો. રણવીર વિરુદ્ધ અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. 'પેપર મેગેઝિન'ને આપેલા ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.
કોણ છે એરિકા?
એરિકા ઇન્ડિયન મોડલ, એક્ટ્રેસ છે. તે હાલમાં જ રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળી હતી. જોકે, તે પહેલા જ વીકમાં બહાર નીકળી ગઈ હતી. એરિકા બોલિવૂડના લોકપ્રિય વિલન ગેવિન પેકર્ડની દીકરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.