મની લોન્ડરિંગ કેસમાં નોરાની 5મી વાર પૂછપરછ:એક્ટ્રેસ EOWની ઓફિસમાં, વધુ 4 એક્ટ્રેસિસને બોલાવવામાં આવી શકે છે

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં બુધવાર, 14 સપ્ટેમ્બરના રોજ જેકલિન ફર્નાન્ડિઝ તથા પિંકી ઈરાનીની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (EOW)એ હવે આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ નોરા ફતેહીને બોલાવી છે. નોરા ફતેહી એક વાગ્યાની આસપાસ EOWની ઓફિસ આવી હતી. અહીંયા નોરા તથા પિંકી ઈરાનીની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે.

આ કેસમાં નોરાની પાંચમીવાર પૂછપરછ થશે. EOWની ટીમ ચાર અન્ય એક્ટ્રેસિસ નિકિતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ તથા અરુષા પાટિલની પણ પૂછપરછ કરી શકે છે. આ તમામ તિહાડ જેલમાં સુકેશને મળી હતી. જેકલિનની આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને 100થી વધુ સવાલ પૂછ્યા હતા.

જેકલિન-નોરાનું ડાયરેક્ટ કનેક્શન નથીઃ કમિશ્નર
સ્પેશિયલ કમિશ્નર રવિન્દ્ર યાદવે કહ્યું હતું કે પિંકી ઈરાની અહીંયા છે અને તેથી જ બંનેની પૂછપરછ કરવા ઈચ્છે છે. કેટલીક બાબતો સ્પષ્ટ કરવાની જરૂર છે. જોકે, આ કેસમાં નોરા તથા જેકલિન વચ્ચે કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી.

નોરાએ ગિફ્ટ હોવાની વાત કબૂલી
EDની પૂછપરછમાં આરોપી સુકેશે નોરા તથા જેકલિનને લક્ઝૂરિયસ કાર તથા મોંઘી ગિફ્ટ્સ આપી હોવાનું કહ્યું હતું. 14 ઓક્ટોબર, 2021ના રોજ નોરા તથા સુકેશની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. નોરાએ 1 કરોડથી મોંઘી લક્ઝૂરિયસ કાર ગિફ્ટમાં લીધી હોવાનું સ્વીકાર્યું હતું.

સુકેશની પત્ની લીના પૉલે ચેન્નઈમાં આયોજીત એક ઇવેન્ટમાં હાજરી આપવા બદલ નોરાને BMW તથા આઇફોન ગિફ્ટમાં આપ્યો હતો. મની લોન્ડરિંગ એક્ટ 2002 સેક્શન 50 (2) તથા 50(3) હેઠળ નોરાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પિંકી ઈરાનીએ જ નિકિતા તંબોલી, ચાહત ખન્ના તથા અરુષા પાટિલની મુલાકાત જેલમાં સુકેશ સાથે કરાવી હતી. આ મુલાકાતો સુકેશના અલગ અલગ નામ ને ઓળખથી કરાવવામાં આવી હતી. EDએ આ કેસમાં આ તમામની એકવાર પૂછપરછ કરી છે. તમામે સુકેશ સાથે મુલાકાત કરી હોવાનો સ્વીકાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...