કોરોના વાઇરસ:ઇમરાન હાશ્મી ચીન પર ભડક્યો, કહ્યું- આ બધું એટલે છે કે દૂર બેઠેલ અમુક લોકોને ચામાચીડિયું ખાવું હતું

Ahmedabad2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. 21 દિવસ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આ મહામારી કોરોના વાઇરસની શરૂઆત ચીનથી થઇ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનના વુહાનના એક સી ફૂડ માર્કેટથી આ વાઇરસ ફેલાવાનો શરૂ થયો છે. આ વાઇરસ ચામાચીડિયું ખાવાથી ફેલાઈ છે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે આ વાતની સાબિતી હજુ મળી નથી પરંતુ લોકો ચીનની ઈટિંગ હેબિટ્સને લઈને ઘણા નારાજ છે અને તેને આની પાછળ જવાબદાર માની રહ્યા છે. ઇમરાન હાશ્મીએ ચીન પર ગુસ્સો ઠાલવતા ટ્વીટ કર્યું હતું.

ઇમરાને લખ્યું હતું કે, અને આ બધું એટલે થઇ રહ્યું છે કે મીલો દૂર બેઠેલ લોકોએ અજીબોગરીબ ખાવાના સ્વાદ લેવા માટે ચામાચીડિયું ખાધું. ઇમરાનની આ વાત સાથે સહમત થઈને યુઝરે પણ કમેન્ટ કરી હતી કે ચામાચીડિયું ખાઈને દુનિયાભરના લોકોને સુવરની મોત મારી દીધા. અન્ય યુઝરે લખ્યું કે,આ લોકો ચામાચીડિયા જ નહીં કુતરા, સાપ, બિલાડી, ઉંદરને ખબર નહીં બીજું શું શું ખાઈ લે છે.

અન્ય સમાચારો પણ છે...