તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સચિન જોષીની કંપનીના કર્મચારીઓનો આરોપ, અનેક મહિનાઓથી પગાર મળ્યો નથી, હવે લૉકડાઉનનું બહાનું મળ્યું

મુંબઈએક વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
 • કૉપી લિંક

પ્રોડ્યૂસર સચિન જે જોષીની કંપની વાઈકિંગ વેન્ચર્સના કર્મચારીઓએ વેતન ના આપવાનો આક્ષેપ મૂક્યો હતો. કર્મચારીઓએ કહ્યું હતું કે તેમની કંપનીએ ઘણાં મહિનાથી સેલરી આપી નથી. જ્યારે પણ પગાર અંગે પૂછવામાં આવે તો એવો જવાબ આપવામાં આવતો કે અમારી પર વિશ્વાસ રાખો. પગારની અનિયમિતતા છેલ્લાં એક વર્ષથી છે. કંપની હવે લૉકડાઉનને કારણે ફંડ ના હોવાનું બહાનું બનાવે છે. તો સચિન જોષીએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. 

પગાર ના મળવાને કારણે 30 લોકોએ નોકરી છોડી
સચિનની કંપનીનું પીઆર જોતી તસ્કીન નાયકે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, અંદાજે 30 લોકો વાઈકિંગ વેન્ચર્સ છોડી ચૂક્યા છે. કારણ કે તેમને પગાર મળતો નથી. છેલ્લાં એક વર્ષમાં થોડાંક જ મહિનાનો પગાર જમા થયો છે. બે મહિનાની સેલરી તો મને પણ મળી નથી. અન્ય 30 લોકોની ચાર-ચાર મહિનાની સેલરી બાકી છે. અંદાજે 31 લાખ રૂપિયા લેવાના થાય છે. કંપની આ પૈસા આપવા ઈચ્છતી નથી.

લૉકડાઉનના બહાના હેઠળ કંપની બાકીના પૈસા દેવા તૈયાર નથી
તસ્કીને આગળ કહ્યું હતું, હવે કંપની તથા સચિન જોષી લૉકડાઉનનું બહાનું બનાવે છે, જેથી બાકીનું પેમેન્ટ ચૂકવવું ના પડે. તેઓ આરોપ મૂકી રહ્યાં છે કે અમે લોકો કંપનીના એક્સ સીઈઓ સાથે જોડાઈ ગયા છીએ. આ ખોટું છે. તેમની પાસે આ આરોપનો જવાબ પણ નથી. આખું વર્ષ આમ જ ચાલ્યું છે અને હવે તેઓ લૉકડાઉનમાં પોતાની કરતૂતો છુપાવી રહ્યાં છે. 

તસ્કીનના મતે, 26 માર્ચે કંપનીનો એક મેઈલ આવ્યો હતો કે 19 એપ્રિલથી મેના પહેલાં વીકની વચ્ચે બાકીની રકમ ચૂકવવામાં આવશે. સાથે જ આ સંકટની ઘડીમાં સહયોગ આપવાની અપીલ કરી હતી. જોકે, હજી સુધી આ બાકીની રકમ ચૂકાવવામાં આવી નથી.

સચિને સ્પષ્ટતા કરી, મને બદનામ કરવાનો પ્રયાસ
આ આખા મામલે સચિને સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું, આ બધું મને બદનામ કરવાનો પ્રયાસ છે, તેઓ કોઈ રીતે સફળ થશે નહીં. દરેક કંપનીમાં દરેક કર્મચારી ખુશ હોતા નથી. અમારા કેસમાં કેટલાંક લોકો મીડિયાનો ઉપયોગ કરીને અમારી ઈમેજ ખરાબ કરવનો પ્રયાસ કરી રહ્યાં છે. 

સચિનનો દાવો, મામલો જૂનીકંપની સાથે જોડાયેલો
સચિને દાવો કર્યો છે કે તેણે જે વિદેશી કંપની લીધી હતી, તેની સાથે આ મામલો જોડાયેલો છે. વાઈકિંગ વેન્ચર્સે તુગબોટ નામની કંપની લીધી હતી. ત્યારબાદ આ કંપનીનું નામ બદલીને થિંકટેંક કરવામાં આવ્યું હતું. થિંકટેંકનો વિવાદ આ સમયે લેબર કોર્ટમાં છે અને કંપનીને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. સચિનના મતે, તેને બદનામ કરનાર તમામ કર્મચારીઓને લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

કર્મચારીઓ પર બે જગ્યાએ કામ કરવાનો આરોપ
સચિને કહ્યું હતું, ડીલ થઈ હતી કે પૈસાની બાબતમાં આ કંપની (થિંકટેંક) આત્મનિર્ભર બનશે અને અમે તેને પૂરો સહયોગ તથા પાયાની સુવિધાઓ પૂરી પાડીશું. જોકે, કંપની દેવું તથા અન્ય મુસીબતોમાં ફસાઈ ગઈ હતી. કર્મચારીઓ બે-બે જગ્યાએ કામ કરતા હતાં અને પૈસાને લઈને પણ ઘણાં જ પ્રશ્નો સામે આવ્યા હતાં. આ બધું તેમણે સોશિયલ મીડિયામાં સ્વીકાર્યું છે. એકવાર આ પ્રશ્નોનો ઉકેલ આવી જાય તો દેવાનો પ્રશ્ન પણ ઉકેલાઈ જશે. 

પુરાવા તરીકે કર્મચારીઓની ચિઠ્ઠીઓ 
સચિને વધુમાં કહ્યું હતું, અમારી પાસે કર્મચારીઓના પત્ર છે. આ પત્રમાં તેમણે એક સમયે બે જગ્યાએ કામ કરવાની વાતનો સ્વીકાર કરેલો છે. આ અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ કે તેમણે મુંબઈના એક અખબારનો અમારી વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું. હવે, તેઓ મીડિયાનો ઉપયોગ કરીને અમને ફરીવાર ડરાવવાનો પ્રયાસ કરે છે. અમને કાનૂની લડાઈ લડવામાં કોઈ વાંધો નથી. જોકે, મીડિયાનો ઉપયોગ કરીને અમારી ઈમેજને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો અમે સામે કાનૂની કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો