ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂર શનિવાર, 7 જાન્યુઆરીના રોજ સાટીન મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. એકતા કપૂર ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાના ઘરે આવી હતી. એકતાએ એક્ટ્રેસને તેના નવા પ્રોજેક્ટ અંગે શુભેચ્છા પાઠવી હતી. જોકે, એકતા કપૂર મેક્સી ડ્રેસમાં ઘણી જ અસહજ જોવા મળી હતી અને આ જ કારણે સો.મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી હતી.
વીડિયો વાઇરલ
સો.મીડિયામાં એકતા કપૂર એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાના ઘરની બહાર પોઝ આપતી હોય તે વીડિયો વાઇરલ થયો છે. એકતા કપૂર મેક્સી ડ્રેસ વારંવાર ખેંચતી હતી અને ઘણી જ અનકમ્ફર્ટેબલ જોવા મળી હતી. એક યુઝરે કહ્યું હતું કે આટલા પૈસા હોવાનો ફાયદો શું, જ્યારે તમને કપડાં પહેરવાનું ભાન જ નથી. અન્ય એકે કહ્યું હતું કે આ ડ્રેસમાં એકતા કેટલી અસહજ છે. બીજા એકે કમેન્ટ કરી હતી કે આ WWFમાં જનારી નવી રેસલર છે. અન્ય એકે કહ્યું હતું કે આટલી કમાણી કર્યા બાદ પણ તેઓ ઢંગના કપડાં ખરીદી શકતા નથી? ત્રીજાએ એવું કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના નામ પર તેઓ કપડાં દાનમાં આપવા તૈયાર છે, બસ એકતા કપૂરનું એડ્રેસ મોકલાવી દો.
OTT પ્લેટફોર્મને કારણે વિવાદમાં આવી હતી
એકતા કપૂર પોતાના ડિજિટલ પ્લેટફોર્મ અલ્ટ બાલાજીને કારણે વિવાદમાં આવી હતી. આ પ્લેટફોર્મ પર 'ગંદી બાત', 'XXX', 'બેકાબૂ', 'રાગિની MMS 2' જેવા શો ટેલિકાસ્ટ થાય છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે એકતા કપૂર યુવાનોના મગજને ખરાબ કરે છે. એકતાએ પછી સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, 'તમે કરો તો લસ્ટ સ્ટોરી અને અમે કરીએ તો ગંદી બાત...'
મુંબઈમાં 1975માં જન્મેલી એકતા બાલાજી ટેલિફિલ્મ્સની જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર છે. એકતાને સાસુ-વહુની ટીવી સીરિયલ્સે ઘણી લોકપ્રિયતા અપાવી છે. તેના પ્રોડક્શન હેઠળ બનેલી જાણીતી સિરિયલમાં ‘હમ પાંચ’, ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’, ‘કહાની ઘર-ઘર કી’, ‘કસોટી જીંદગી કી’, ‘કહીં કિસી રોજ’ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.